બર્મિંગહામ, તા. 2 : ભારતીય ટીમે
આજે અહીં બીજી ટેસ્ટમાં સંગીન શરૂઆત કરી હતી અને પ્રથમ દિવસના અંતે પાંચ વિકેટે 310 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલના
ઝમકદાર 87 રન બાદ કપ્તાન શુભમન ગીલે સળંગ
બીજી ટેસ્ટમાં સદી (114 રને દાવમાં)
ફટકારી હતી, તો રવીન્દ્ર જાડેજા તેની
સાથે 41 રને દાવમાં હતો. પ્રથમ ટેસ્ટની
હાર બાદ ભારતીય બેટધરો આજે સંભાળપૂર્વક રમ્યા હતા. 211 રને પાંચમી વિકેટ પડયા બાદ ગિલ અને જાડેજાએ 99 રનની વણતૂટી ભાગીદારી નોંધાવી હતી. ગિલે 216 દડામાં 12 ચોગ્ગા ફટકાર્યા હતા. કાલે ભારતે મક્કમ પ્રદર્શન જારી રાખવું
પડશે. ભારતે નીતીશકુમાર રેડ્ડી, વોશિંગ્ટન
સુંદર અને આકાશદીપને ઇલેવનમાં સામેલ કર્યા હતા. શુભમન ગિલની કેપ્ટન ઇનિંગ્સ અને યશસ્વી
જયસ્વાલના આક્રમક 87 રનની મદદથી
ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રારંભિક દિવસે ભારતે સંગીન શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડે
ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતું. રાહુલ (2)ની નિષ્ફળતા બાદ જયસ્વાલ અને નાયર (31)એ 80 રન જોડયા હતા. ઇનફોર્મ ઓપનર
યશસ્વી જયસ્વાલ સદી ભણી આગળ વધી રહ્યો હતો, ત્યારે ઇંગ્લેન્ડના કપ્તાન સ્ટોક્સના બહાર જતા દડાને છેડછાડ કરવાની ચેષ્ટામાં
વિકેટકીપર સ્મિથને કેચ આપી આઉટ થયો હતો. તેણે 107 દડામાં 13 ચોગ્ગાથી 87 રનની સાહસિક ઇનિંગ્સ રમી હતી.
પોતાની ટૂંકી કારકિર્દી દરમિયાન જયસ્વાલ 80થી 99 વચ્ચે ચોથીવાર
આઉટ થયો છે. તેના અને કપ્તાન ગિલ વચ્ચે ત્રીજી વિકેટમાં 131 દડામાં 66 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી.
ચાના વિરામ ભારતે ઉપરાઉપરી બે વિકેટ ગુમાવી હતી. લીડ્સમાં બે સદી કરનાર રિષભ પંત હેડિંગ્લેમાં
ખરાબ શોટ મારીને સ્પિનર બશિરના દડામાં લોંગ ઓન પર કેચ આઉટ થયો હતો. તેણે 2પ રન કર્યા હતા, જ્યારે નીતિશ રેડ્ડી (1) વોક્સના દડામાં લેફ્ટ આઉટ કરીને
બોલ્ડ થયો હતો. અગાઉ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન
સ્ટોક્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. ભારતની શરૂઆત સારી રહી ન હતી અને પહેલી મેચની
બીજી ઇનિંગ્સનો સદીવીર કે.એલ. રાહુલ ફક્ત બે રને ક્રિસ વોક્સના દડામાં બોલ્ડ થયો હતો. જો કે, લંચ પહેલાં નાયર બ્રાયડન કાર્સના દડામાં સ્લીપમાં બ્રુકને આસાન કેચ આપી આઉટ
થયો હતો. તેણે પ0 દડામાં પ
ચોગ્ગાથી 31 રન કર્યા હતા. આ દરમિયાન જયસ્વાલે
તેની આક્રમક અર્ધસદી પૂરી કરી હતી.