• ગુરુવાર, 03 જુલાઈ, 2025

ખટલાવાંઢમાં માટી-પથ્થરની આડમાં લવાયેલો શરાબ કટિંગ થાય તે પહેલાં પોલીસ ઝડપ્યો

ગાંધીધામ, તા. 2 : રાપર તાલુકાના ચિત્રોડ નજીક ખટલાવાંઢમાં બાવળની ઝાડીમાં દારૂનું કટિંગ થઇ રહ્યું હતું તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને દારૂ મંગાવનાર શખ્સને ઝડપી પાડી રૂા. 21,45,600નો શરાબ જપ્ત કર્યો હતો. કાર્યવાહી દરમ્યાન ચાર શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. રાપર તાલુકાના ચિત્રોડ નજીક ખટલાવાંઢમાં બાવળની ઝાડીમાં ટ્રક અને બોલેરો પીકઅપ વચ્ચે દારૂની કટિંગ થઇ રહી હતી. દરમ્યાન ત્યાં આવી પહોંચેલી પોલીસે અંજારના મૂળ કીડિયાનગરના હિતેન્દ્રસિંહ જોરૂભા વાઘેલા નામના શખ્સને પકડી પાડયો હતો. અહીં ઊભેલી ટ્રક નંબર આર.જે. 06-જી.ડી. 8423 તથા પીકઅપ નંબર જી.જે. 12-બી.ઝેડ. 2453માં સફેદ રંગની માટી તથા પથ્થરના નાના ટુકડા નજરે પડયા હતા. માટી અને પથ્થરની આડમાં અહીં દારૂ ઘૂસાડવામાં આવ્યો હતો. દારૂ ભરેલા વાહનો પોલીસ મથકે લઇ જવાતાં ટ્રક કાદવમાં ફસાઇ ગઇ હતી. બાદમાં જે.સી.બી. બોલાવી ટ્રકને બહાર કાઢીને પોલીસ મથકે પહોંચાડાઇ હતી. આ બંને વાહનોમાંથી કાઉન્ટી કલબની 180 એમ.એલ.ના 4848 કવાર્ટરિયા તથા વાઇટ લેસ વોડકા ઓરેન્જ ફલેવર 180 એમ.એલ.ના 2304 કવાર્ટરિયા એમ કુલ્લ રૂા. 21,45,600નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા હિતેન્દ્રસિંહની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પોતાને દારૂ વેચવા માટે જોઇતો હોઇ ભારતગર ગાંધીધામમાં રહેતા પોતાના મિત્ર ઓમદાન ગઢવીને વાત કરી હતી. આ ઓમદાને રાજસ્થાનના પકારામ નામના શખ્સને વાત કરી હતી. પકારામે માટી, પથ્થરની આડમાં દારૂ મોકલાવી આપ્યો હતો. ઓમદાને માલ આવી ગયો છે. ગાડી મજૂરી લઇને ચિત્રોડ નજીક વરૂડી માતાના મંદિર પાસે બોલાવ્યા હતા, જેથી હિતેન્દ્રસિંહે પોતાના મિત્ર વિજય ઠાકોરની બોલેરો પિકઅપ ભાડે લઇને પોતાના અન્ય મિત્રો અશ્વિન ડાંગર (રહે. અંજાર), નીલેશ ઉર્ફે ફાગો પ્રભુ કોળી (રહે. કીડિયાનગર)ને સાથે લઇને ઓમદાન પાસે પહોંચ્યા હતા. બાદમાં ખટલાવાંઢની ઝાડીમાં જઇ ટ્રકચાલક, ક્લીનર તથા હિતેન્દ્રસિંહ દારૂ કટિંગ કરી રહ્યા હતા અને અશ્વિન તથા ફાગો પોલીસની વોચ રાખી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ આવતાં ટ્રકચાલક, ક્લીનર તથા અશ્વિન અને ફાગો નાસી ગયા હતા. જ્યારે પોતે પકડાઇ ગયો હતો. હાથમાં ન આવેલા શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. - અંતરજાળમાં અંગ્રેજી દારૂ સાથે શખ્સની ધરપકડ : ગાંધીધામના અંતરજાળમાં દશા માના મંદિર પાસે વીરેન્દ્રસિંહ સુરુભા સોઢા નામનો શખ્સ થેલામાં બોટલો ભરીને કોઇને  

Panchang

dd