• ગુરુવાર, 03 જુલાઈ, 2025

ભુજમાં રહેણાકમાં ગૌમાંસનું વેચાણ : માતા ઝડપાઇ,પુત્ર હાજર ન મળ્યો

ભુજ, તા. 2 : શહેરના સતારા ચોકમાં રહેણાકમાં ગૌમાંસનાં વેચાણની બાતમીના પગલે પોલીસે દરોડો પાડતાં  ગૌમાંસ સાથે માતા ઝડપાઇ, જ્યારે વેચાણ અર્થે ગૌમાંસ લાવનાર પુત્ર દરોડા દરમ્યાન હાજર મળ્યો ન હતો. આ અંગે આજે બી-ડિવિઝન પોલીસે દાખલ કરેલા ગુનાની વિગતો મુજબ ગત તા. 30/6ના બી-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, સીતારા ચોક ઇમામના ઓટા પાસે રહેતા ઇકબાલ અયુબ મોખાએ પોતાનાં મકાનમાં ગૌમાંસ વેચાણ અર્થે રાખ્યું છે. આથી પોલીસે દરોડો પાડતાં ત્યાંથી ત્રણ કિલો પશુમાંસ મળતાં ત્યાં હાજર મહિલા રજિયાબાઇ અયુબ નારેજાને આ પશુમાંસ કયાં પશુનું છે, તે અંગે પૂછતાં સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ માંસ તેનો દીકરો ઇકબાલ અયુબ નારેજા વેચાણ અર્થે લાવ્યો હોવાનું જણાવ્યું હતું. માંસનું પરીક્ષણ કરાવતાં તે ગૌમાંસ નીકળતાં આરોપીઓ રજિયાબાઇ નારેજા અને તેના પુત્ર ઇકબાલ વિરુદ્ધ પશુઓ પ્રત્યેના ઘાતકીપણાના અધિનિયમ તળેની કલમો લગાવી ગુનો દાખલ કરાયો છે. 

Panchang

dd