ધાણેટી, તા. 19 : ધાણેટી યુવા ગ્રુપ દ્વારા ઇન્ટર
ધાણેટી નાઇટ કબડ્ડી સ્પર્ધાનું મેટિંગ ગ્રાઉન્ડ ઉપર આયોજન કરાયું હતું, જેમાં હરાજી દ્વારા આઠ ટીમ બનાવાઇ હતી. આઠ ટીમને
માવજી માતા (શ્રી વૃંદાવન ટીમ), મહેશ માતા (શ્રી જગન્નાથ પુરી
ટીમ), માવજીભાઇ છાંગા (શ્રી રામેશ્વર ટીમ), વાઘજીભાઇ માતા (શ્રી દ્વારકાધીશ ટીમ), વિક્રમ ડાંગર
(શ્રી અયોધ્યા ટીમ), માવજી રામદેવ (શ્રી કાશીવિશ્વનાથ ટીમ),
કરમણભાઈ ડાંગર (શ્રી સોમનાથ ટીમ), હરિભાઈ ડાંગર
(શ્રી દ્વારકાધીશ ટીમ) દ્વારા સ્પોન્સર કરાઇ હતી. ગામના દાતા માવજી દેવકરણ માતા દ્વારા
બે લાખના ખર્ચે મેટિંગ વસાવી ગામને અર્પણ કરાઇ હતી. ફાઇનલમાં શ્રી રામેશ્વર ટીમ સામે
શ્રી વિવેકાનંદ ટીમ 26 પોઇન્ટ સામે
45 પોઇન્ટ બનાવી વિજેતા થઇ હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર રામકૃષ્ણ મિશન મંદિર-ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી મહારાજે
આશીર્વચન આપ્યા હતા, તો આર.એસ.એસ.
કચ્છ વિભાગના સંપર્ક પ્રમુખ નારણભાઇ ડાંગરે યુવાનોને રચનાત્મક પ્રવૃત્તિમાં સહભાગી
બનવા આહ્વાન કર્યું હતું. કચ્છ કબડ્ડી ફેડરેશનના પ્રમુખ મનીષ પટેલે કહ્યું હતું કે,
ગ્રામ્યકક્ષાએ આવાં સુંદર આયોજન યુવા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનું
કાર્ય કરે છે. હરેશ માતા ફાઇનલ મેન ઓફ ધી મેચ અને પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ જાહેર કરાયા
હતા. બેસ્ટ ડિફેન્ડર પ્રભુ રબારી, બેસ્ટ હેડર ભાવેશ માતા જાહેર
થયા હતા, જેઓને ટ્રોફી અને ઇનામો એનાયત કરાયા હતા. સમગ્ર ધાણેટી
યુવા ગ્રુપે જહેમત ઉઠાવી હતી.