• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ગુર્જર સુથાર પ્રીમિયર લીગમાં ઓમ સાંઈ ઈલેવન વિજયી

સુખપર, તા. 10 : સુખપર ખાતે ગુર્જર સુથાર સ્પોર્ટસ ગ્રુપ-ભુજ દ્વારા ગુર્જર સુથાર પ્રીમિયર લીગ સિઝન-1 ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્વ. રમેશભાઈ હરિભાઈ સીતાપરા સ્મૃતિકપનું આયોજન કરાયું હતું. ફાઈનલમાં હરેશ ભારદિયાએ ટોસ ઉછાળ્યો હતો. ઓમ સાંઈ ઈલેવને જીત મેળવી હતી. જ્યારે એસ.એસ.આર. ઈલેવન રનર્સઅપ રહી હતી. મેન ઓફ ધ મેચ હાર્દિક પીનારા, મેન ઓફ ધ સિરિઝ સ્મિત પીનારા, બેસ્ટ બેટ્સમેન હાર્દિક પીનારા, બેસ્ટ બોલર જીત ગજ્જર રહ્યા હતા. વિજેતા ટીમને ટ્રોફી, બેસ્ટ ખેલાડીઓને ટ્રોફી, બેટ, સૂઝના ઈનામોથી પ્રોત્સાહિત કરાયા હતા. આ સમગ્ર ટૂર્નામેન્ટના દાતા કુલદીપ રમેશભાઈ સીતાપરા રહ્યા હતા જ્યારે અન્ય દાતાઓ કિશન નરેશભાઈ સીતાપરા (રિવા પ્રોજેક્ટ) રહ્યા હતા. ફાઈનલ મેચમાં સાંસદ વિનોદ ચાવડાએ હાજરી આપી યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ટૂર્નામેન્ટનું આયોજન ગુર્જર સુથાર સ્પોર્ટસ ગ્રુપ-ભુજ વતી કરવામાં આવ્યું હતું. આયોજક કમિટી વતી હાર્દિક પીનારા, નીલેશ પીનારા, જિજ્ઞેશ જોલાપરા, મેહુલ ગજ્જર, રાજવીર ગજ્જરે જહેમત ઉઠાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd