• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

માધાપરમાં યોજાયેલી એપીએલ ક્રિકેટ ટૂર્ના.માં શ્રીરામ લાયન્સ ટીમ ચેમ્પિયન

માધાપર, તા. 23 : માધાપરના ક્રિષ્ના ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલી આહીર પ્રીમિયર લીગ (એપીએલ) ક્રિકેટ સ્પર્ધામાં શ્રીરામ લાયન્સ ચેમ્પિયન ટીમ બની હતી.ફાઈનલ મેચ શ્રીરામ લાયન્સ અને બાલક્રિષ્ના વોરિઅર્સ વચ્ચે રમાઈ હતી. શ્રીરામે કેપ્ટન શંભુ આહિરના 17 બોલમાં 51 રનની ફાકડી ઈનીંગ્સ થકી 124 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાલક્રિષ્નાએ પણ 124 રન કરતાં મેચ ટાઈ થઈ હતી. ત્યારબાદ સુપર ઓવરમાં શ્રીરામ ચેમ્પિયન બની હતી. શંભુ આહિર મેન ઓફ ધી સીરીઝ, બેસ્ટ બોલર શંભુ વીરા બન્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ ફ્રેન્ચાઈજી સિસ્ટમથી રમાડવામાં આવી હતી. વિજેતા ટીમના માલિક યુવા ઉદ્યોગપતિ સુમિત આહિર હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં બચત થયેલી રકમ આહિર કન્યા છાત્રાલયમાં વાપરવામાં આવશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang