• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

મુંદરા દબાણ હટાવ ઝુંબેશ સામે મનાઇ હુકમ

મુંદરા, તા. 18 : મુંદરામાં તાજેતરમાં એક દિવસ માટે ચાલ્યા બાદ સાથેસાથે વિવાદમાં ઢસડાઇ ચૂકેલી દબાણ હટાવ ઝુંબેશ સામે હવે વધુ એક ઘટનાક્રમમાં હાઇકોર્ટે આગામી તા. 24/10ના થનારી સુનાવણી સુધી મનાઇ હુકમ આપી દીધો છે. અરજદારો ઇસ્માઇલ ઇબ્રાહીમ ભજીર અને અન્યોએ ગુજરાત સરકાર અને તેમાં વિવિધ વિભાગો સામેની ખાસ સિવિલ અરજી બાદ ન્યાયાધીશ સંગીતા કે. વિશેનના હુકમમાં જણાવાયું હતું કે, અરજદારોને તેમના દસ્તાવેજો રજૂ કરવા માટે માત્ર એક દિવસનો સમય અપાયો હતો, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ છે. હવે આગામી 24મી ઓક્ટોબરના સુનાવણી સુધી સત્તાવાળાઓ કોઇ બળજબરીભર્યું પગલું ન લે. અરજદારોમાં ઇસ્માઇલ ઇબ્રાહિમ ભજીર અને અન્યો સાથે ઇસ્માઇલશા સૈયદ, નગરસેવક કાનજીભાઇ સોંધરા, રસીદ ધ્રુઇયાએ સાથ આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang