• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ભેડમાતાના મેળાનાં સમાપન સાથે રખાયો ઊંટ સારવાર કેમ્પ

કોટડા (ચ.) (તા. ભુજ), તા. 18 : તાજેતરમાં અહીં ભેડમાતાજી સાથે સરાણ માતા (મોમાય મા)નો ભાતીગળ મેળો ઉલ્લાસભેર ઊજવાઇ ગયો. દર વર્ષે સુદ-14 ભાદરવામાં યોજાતા મેળામાં પશુપાલકો-માલધારી સહકુટુંબ મેળો માણવા પોતાના પશુધન સાથે ઊમટી પડતા હોય છે. અહીં આવેલા ઘેટાં-બકરાં અને ઊંટોના ધણ, વગ કે ટોળાંઓમાંથી ઊંટપાલકો લીલાછમ સીમાડામાં રોકાઇ જાય છે. કારણ કે, છેલ્લા 15 વર્ષથી મેળાના બીજા દિવસે સણોસરા, કોટડા જૂથ?પંચાયતના માજી સરપંચ અગ્રણી શંભુભાઇ જગમાલ રબારીની રાહબરી હેઠળ જિલ્લા પંચાયતના પશુપાલન ખાતાના સહયોગથી મોમાય માતાજીના વાહન ગણાતા ઊંટની દવા-સારવારનો કેમ્પ યોજવામાં આવે છે. આ વર્ષે વરસેલા શ્રીકાર વરસાદનાં કારણે જમીન ભીની અને ગારાવાળી પોચી બની ગઇ છે. સતત વરસાદનાં કારણે ઊંટોને ફીટોડો (એન્ટિસરા) રોગ લોહીમાં ઝેરી જંતુ પડે છે. શરીર ઘસાતું જાય છે, તે ક્યારેક જીવલેણ પણ બને છે. તેને ઉચ્ચ પ્રકારના ઇન્જેક્શનો આપવામાં આવે છે. બીજો ગંભીર ચામડીનો રોગ ખાંજી (એન્ટિમેન્જ) જે હઠીલો રોગ છે. આ રોગથી શરીર હલબલી જાય છે અને શરીર બેડોળ બની જાય છે. તેના માટે પણ ખાસ દવા-સારવાર અને સલાહ ડો. ડી. આર. પટેલ-નાયબ નિયામક પશુપાલન જિ.પં. કચ્છ, ડો. એચ. એમ. ઠક્કર, મદદનીશ પશુપાલન નિયામક ડો. જી.જે. પરમાર-મ. પશુપાલન નિયામક ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, પશુ ચિકિત્સા અધિકારી ડો. ડી. જે. ઠાકોર સાથેના કર્મચારીઓએ ઊંટની દવા-સારવાર અને માર્ગદર્શન આપ્યા હતા. પશુ ડોક્ટરોએ ઊંટો માત્ર સમગ્ર દેશમાં આ જિલ્લામાં જ સૌથી વધુ હોવાનું અને તેની અહીં જ વસ્તી સતત વધતી રહે છે તેવી જાણકારી આપી હતી. નવા નિમાયેલા ભેડમાતાજી, સરાણ માતા (મોમાય મા)ના ભૂવા ભીખાભાઇ લખમીર રબારીનું અગ્રણી દાતા શંભુભાઇ બંદરા-સરપંચ, મોહનસિંહ જાડેજા, માજી પૃથ્વીરાજસિંહ જાડેજા, અગ્રણી જીતુભા વનાજી જાડેજા, જિ.પં. સભ્ય હરિભાઇ?હીરાભાઇ જાટિયા સહિત અગ્રણીઓ પાંઘ ભૂવાજીનું શાલથી સન્માન કર્યું હતું. પશુપાલકોને તેમના જાનવરોના રોગ સહિતના પ્રશ્ને દવા-સારવાર સહિતના પ્રશ્ને જિ.પં. સભ્ય હરિભાઇ?જાટિયા તેમજ?શંભુભાઇ રબારીએ મોટી સંખ્યામાં માલધારીઓને સહકારની ખાતરી આપી હતી, તો સહજીવન સંસ્થાના ભારતીબેન નંજારે પણ કઠિન જીવન જીવતા માલધારીઓ સાથે હોવાની વાત કરી હતી. માલધારી અગ્રણીઓ રાણા મમુ રબારી, પાલા લખમીર, વંકા લાખા રબારી, દેવા મુરા, હરિ માલા, રાયમલ પચાણ રબારી, રાણા માડા રબારી, કરણ રબારી, રામ રબારી, મોહનસિંહ ભુરૂભા જાડેજા (સરપંચ), જીતુભા જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા, ઉદયસિંહ જાડેજા, સમગ્ર કાર્યક્રમનું આયોજન માજી સરપંચ શંભુભાઇ જગમાલ રબારીએ કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang