• રવિવાર, 19 મે, 2024

કોઠારા ગામે `કલાપૂર્ણમ્ પક્ષીઘર' ખુલ્લું મુકાયું : અબોલા 400 પક્ષીને મળ્યું ઘરનું ઘર

કોઠારા, તા. 6 : અહીં પાંજરાપોળ ખાતે વાગડ કલાપૂર્ણમ્ સત્કાર્ય મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા ગંગાબાઇ જાદવજી નેણશીં સંગોઇ (મોટી ખાખર)ના સહયોગથી ચાર માળનું `શ્રી કલાપૂર્ણમ્ પક્ષીઘર' નિર્માણ કરાવી અપાતાં 400થી 500 પક્ષીને આશ્રય મળશે. ગુણવંતીબેન વાડીલાલ છેડા તથા ગુણવંતીબેન જેન્તીલાલ મોતા કોઠારા તીર્થના દર્શનાર્થે આવ્યા હતા અને ત્યારે પાંજરાપોળની મુલાકાત લીધી હતી. અહીં પક્ષીઓ માટે ચબૂતરાની જરૂરિયાત ધ્યાને લઇ કોઠારા પાંજરાપોળ સ્થળે રૂા. પાંચ લાખના ખર્ચે ચાર માળનો આકર્ષક ચબૂતરો બનાવવાનું નક્કી કરી માત્ર બે મહિનામાં નિર્માણ કરાવી આપ્યો. ગુણવંતીબેન છેડા, ગુણવંતીબેન મોતા, હસમુખભાઇ સંગોઇ, લહેરચંદભાઇ મૈશેરી, નિર્મલાબેન મૈશેરી તથા વાગડ કલાપૂર્ણમ્ સત્કાર્ય મહિલા ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર મનાયો હતો. કોઠારા જૈન મહાજનના ટ્રસ્ટી દિનેશભાઇ અજાણીએ સ્વાગત પ્રવચન કરતાં દાતાઓની ભાવનાઓને બિરદાવી હતી. પ્રબોધ મુનવર, ધનપતિ લોડાયા, રાજેન્દ્રાસિંહ જાડેજા, દામજીભાઇ ચૌહાણ, રમીલાબેન લોડાયા, તોરલબેન શાહનંદ, દીપક નાગડા, પનુભા ધલ સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી જીવદયાનાં કાર્યને બિરદાવ્યું હતું. આકર્ષક ચબૂતરો જોવા ગામ લોકો ઊમટી પડ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang