• રવિવાર, 19 મે, 2024

આજે અવકાશની સફરે સુનિતા

નવી દિલ્હી, તા. 6 : ભારતીય મુળની અંતરિક્ષ યાત્રી કેપ્ટન સુનિતા વિલિયમ ત્રીજી વખત અંતરિક્ષની ઉડાન ભરવા માટે તૈયાર છે. વખતે સુનિતા વિલિયમ નવા અંતરિક્ષ યાન બોઈંગ સ્ટારલાઈનરમાં સવાર થઈને અંતરિક્ષમાં જશે. સુનિતા વિલિયમ સાતમી મેના સવારે અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. ઉડાન ભારતીય સમય અનુસાર સવારે સાડા આઠ વાગ્યા આસપાસ થશે. ઉડાન દરમિયાન સુનિતા વિલિયમ ભગવાન ગણેશની મૂર્તિ પોતાની સાથે લઈ જશે. સુનિતાના કહેવા પ્રમાણે ભગવાન ગણેશ તેના માટે સૌભાગ્યનું પ્રતિક છે. સુનિતા વિલિયમના કહેવા પ્રમાણે તેને થોડો ડર લાગતો હતો પણ નવા અંતરીક્ષ યાનમાં ઉડાન ભરવાને લઈને કોઈ ડર નથી. લોન્ચ પેડ ઉપર પ્રશિક્ષણ દરમિયાન વિલિયમે કહ્યું હતું કે જ્યારે તે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશને પહોંચશે તો તે ઘર વાપસી જેવો અનુભવ રહેશે. ડોક્ટર દીપક પંડયા અને બોની પંડયાના ઘરે જન્મેલી 59 વર્ષિય સુનિતા વિલિયમ નવા અંતરિક્ષ યાનના પહેલા મિશનમાં ઉડાન ભરનારી પહેલી મહિલા બનીને ઈતિહાસ રચશે. વિલિયન નૌકાદળમાં પાયલોટ છે. પહેલા 2006 અને 2012મા ંઅવકાશમાં જઈ ચૂક્યા છે. નાસાના આંકડા મુજબ સુનિતા વિલિયમે અંતરિક્ષમાં 322 દિવસ વિતાવ્યા છે. સુનિતા વિલિયમના પિતા ન્યુરોએનાટોમિસ્ટ હતા. તેઓ જન્મ મહેસાણામાં થયો હતો અને બાદમાં અમેરિકા ચાલ્યા ગયા હતા. બાદમાં તેમણે સ્લોવેનિયાઈ મહિલા બોની સાથે લગ્ન કર્યા હતા. નાસાના કહેવા પ્રમાણે સુનિતાએ બોઈંગના સ્ટારલાઈન ઉપર ક્રુ ફલાઈટ ટેસ્ટ મિશનના પાયલોટ બનવાની તૈયારી કરી લીધી છે. પોતાની ઉડાન પહેલા વિલિયમે કહ્યું હતું કે તે ઉડાનમાં પોતાની સાથે ગણેશ ભગવાનની મૂર્તિ લઈ જશે. કારણ કે ભગવાન ગણેશ તેના માટે સૌભાગ્યનું પ્રતિક છે. આગાઉની ઉડાનોમાં ભગવત ગીતા સાથે રાખી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang