• રવિવાર, 19 મે, 2024

આજે પહેલાં મતદાન, પછી બીજું કામ

આપણા અધિકારનું સન્માન મતદાન કેન્દ્ર ભણી તમારા ઉત્સાહભર્યા ડગલાં દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. મતદાન આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આંગળી પર લાગેલી શાહી માત્ર નિશાન નથી, તમારી શાન છે, લોકતંત્રની જાન છે, તમારા અધિકારનું સન્માન છે.- સ્વામી માધવપ્રિયદાસજી એઁસ.જી.વી.પી. ગુરુકુળ-અમદાવાદ રાષ્ટ્રનિર્માણની તક ઝડપી લઈએ વિશ્વની સૌથી મોટી લોકશાહીનું પર્વ ઊજવવાનો અવસર મળ્યો છે, ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને ધાર્મિક પરંપરાને લક્ષમાં લઈ મારી સૌને હૃદયપૂર્વકની અપીલ છે કે, કિંમતી મતનો અવસર ચૂકશો નહીં, રાષ્ટ્રનિર્માણ અને માતૃભૂમિના રક્ષણ માટે મળેલી તક ઝડપી લેશો.- .ગુ. પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી (મહંત, સ્વામિનારાયણ મંદિર, ભુજ)રાષ્ટ્રીય ઉત્સવને ગરિમાપૂર્વક ઊજવીએ આમ તો 7 મે કોઈ વિશેષ દિવસ નથી, પરંતુ આજે આપણા બધા માટે અત્યંત મહત્ત્વનો દિવસ બનવા જઈ રહ્યો છે, કારણ કે આજે આપણો રાષ્ટ્રીય તહેવાર જે દર પાંચ વર્ષે એક વખત આવે તે મતદાનનો  દિવસ છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, સ્વધર્મે નિધનમ્ શ્રેય: આપણા ધર્મનું, આપણા કર્તવ્યનું પાલન કરવું આપણા માટે શ્રેયસ્કર છે. લોકશાહી પરંપરાને સમર્પિત દેશ દર પાંચ વર્ષે મતદાન કરવાની તક આપે છે. તો આજે બધા કામોને પડતા મૂકીને આપણા રાષ્ટ્રીય ધર્મને નજર સમક્ષ રાખીને દરેક વ્યક્તિએ મક્કમપણે ફરજિયાત મતદાન કરવું જોઈએ. કેમ કે આપણા મતદાનથી દેશનું ભવિષ્ય નક્કી થતું હોય છે. આપણો દેશ સર્વતોમુખી વિકાસ કરે, સમૃદ્ધ બને અને સશક્ત બને તેવી આદર્શ વિચારધારાને સમૃદ્ધ કરવા આપણું યોગદાન હોવું જોઈએ. વ્યક્તિગત, સામાજિક, જાતિગત, સાંપ્રદાયિક, માનસિક વિચારધારાને બાજુ પર રાખી દેશ પ્રથમની વિચારધારાને મહત્ત્વ આપવું જોઈએ. હોઈ શકે વ્યક્તિ તરીકે, સમાજ તરીકે મનદુ: કે ફરિયાદનો ભાવ હોય, પરંતુ અત્યારના સમયે આવી બધી ફરિયાદોને બાજુમાં રાખી તટસ્થ ભાવે ભારત દેશના કલ્યાણ  માટે એક મત દેવાની આહુતિ દરેક સમજદાર ભારતીયએ દાખવવી જોઈએ. ભારતના ભવ્ય ભૂતકાળને ધ્યાનમાં રાખતાં અનેક મહાપુરુષોએ પોતાનું બલિદાન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. હું તો સંન્યાસી છું, દેશના રાજકારણ સાથે મને કોઈ નિસબત નથી, પરંતુ દેશપ્રેમથી મારુ સમગ્ર વ્યક્તિત્વ છલકાય છે. ધર્મની રક્ષા કાજે આજે દરેક ધર્મના ગુરુઓ ધર્મયુદ્ધમાં પોતપોતાનું મતદાનરૂપી સમર્પણ કરવા જઈ રહ્યા છે. હું સમગ્ર પ્રજાને અપીલ કરીશ કે આવો... આજે આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રીય ઉત્સવને તેની ગરિમા સાથે ઉત્સાહપૂર્વક મનાવીએ.- સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang