• રવિવાર, 29 નવેમ્બર, 2026

પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતમાં 10 મહિનામાં 71નાં મોત

ઉદય અંતાણી દ્વારા : ગાંધીધામ, તા.28 :  પોર્ટ અને ઔદ્યોગિકરણ બાદ કચ્છમાં ભારે વાહનોની  સંખ્યા અનેક ઘણી વધી છે.દેશભરમાં કચ્છમાંથી  રોડ મારફત માલ પરિવહન કચ્છથી થાય છે.આ સાથે સિક્કાની બીજી બાજુ ભારે વાહનોના કારણે આસપાસના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને સ્થાનિક રસ્તાઓ પર સતત વધી રહ્યું છે તેમજ  વાતાવરણ પણ પ્રદૂષિત બની રહ્યું છે અને સૌથી  ચિંતાજનક બાબત માર્ગ અકસ્માતના બનાવો છે.માર્ગ અકસ્માતના આંકડાઓ ઉપર નજર કરીએ, તો આ વર્ષે પહેલી જાન્યુઆરીથી 31 0pt;line-height:115%; font-family:"Shruti",sans-serif;mso-bidi-language:GU">ઓક્ટોબર વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને કાંડલા હાઈ-વે ઉપર ટ્રકોને લગતા અકસ્માતોમાં 71 લોકોનાં મોત થયાં અને 64  ઘાયલ થયા.આ સમયગાળામાં 64 જીવલેણ અને 31 ગંભીર અકસ્માતો નોંધાયા હતા.- ગાંધીધામ, ભચાઉ અને અંજાર સૌથી વધુ પ્રભાવિત : અકસ્માતોના આંકડા મુજબ ગાંધીધામ બી-ડિવિઝન વિસ્તારમાં સૌથી વધુ 20 મોત થયાં હતાં.ત્યારબાદ ભચાઉમાં 17 તથા અંજારમાં 14 લોકોના જીવ ગયા, જ્યારે અંજાર વિસ્તારમાં 20 લોકો ઘાયલ પણ થયા હતા.કંડલામાં 11 લોકોનાં મોત થયાં હતાં.ગાંધીધામ એ-ડિવિઝન, સામખિયાળી, લાકડિયા અને ગાગોદર વિસ્તાર પણ આ સમસ્યાથી પ્રભાવિત છે.- ભારે ટ્રાફિકજામ અને પ્રદૂષણનું વધતું સંકટ : કંડલા અને મુંદરા બંને પોર્ટથી  ભારે ટ્રકોની અવરજવરના કારણે પોર્ટ ગેટ, ટોલ પ્લાઝા, હાઈ-વે અને મુખ્ય ચોકડીઓ પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે.ગાંધીધામ, કંડલા, મુંદરા, અંજાર અને ભચાઉ સહિત આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે.ડીઝલમાંથી નીકળતો ધુમાડો, ખુલ્લાં વાહનોમાંથી ઉડતી ધૂળ અને જથ્થાબંધ માલના પરિવહન દરમિયાન ફેલાતા કણો વાયુ પ્રદૂષણ વધારી રહ્યા છે.સ્થાનિક નાગરિકો, દ્વિચક્રી વાહનચાલકો, બસ મુસાફરો અને એમ્બ્યુલન્સ સુદ્ધાને તેનો ભોગ બનવું પડી રહ્યું છે.સ્થાનિક ટ્રાન્સપોર્ટરોનો સમય અને વેપાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે.- બંને પોર્ટ માટે રેલ પરિવહન એક અસરકારક વિકલ્પ : કંડલા અને મુંદરા બંને પોર્ટ પાસે રેલ સંપર્ક તથા માલ હેરફેરની પૂરતી સંભાવનાઓ રહેલી છે.એક માલગાડી સેંકડો ટ્રક જેટલા માલનું પરિવહન કરી શકે છે.રેલ પરિવહન લાંબા અંતર માટે વધુ સુરક્ષિત, ઊર્જા-કાર્યક્ષમ, કિફાયતી અને પર્યાવરણની દૃષ્ટિએ વધુ સારો વિકલ્પ છે.ખાસ કરીને કોલસો, મીઠું, ખાતર, અનાજ અને અન્ય ડ્રાય બલ્ક જેવા માલનું વધુમાં વધુ પરિવહન રેલ મારફતે કરી શકાય છે.આથી રસ્તાઓ પર ભારે વાહનોનું દબાણ ઘટશે, અકસ્માતોની શક્યતા ઘટશે અને પ્રદૂષણ પર પણ નિયંત્રણ મેળવવામાં મદદ મળશે.પોર્ટથી માલનું પરિવહન  રેલ માર્ગે વધે તે માટે પૂરતી માલગાડીઓ અને રેકની ઉપલબ્ધતા, પોર્ટ પર રેલ સાઈડિંગ અને લાડિંગ સુવિધાઓનું વિસ્તરણ, ઝડપી માલ સંચાલન તથા ઉદ્યોગો અને માલ મોકલનારાઓને રેલ પરિવહન અપનાવવા માટે પ્રોત્સાહન આપવું જરૂરી છે. માર્ગ અકસ્માતમાં મોતના આ આંકડા સમગ્ર કચ્છ વિસ્તાર માટે ગંભીર ચેતવણી છે.પોર્ટ આધારિત માલ પરિવહનને માર્ગ-કેન્દ્રિત વ્યવસ્થામાંથી રેલ-કેન્દ્રિત અને વધુ ટકાઉ વ્યવસ્થા તરફ લઈ જવામાં આવે તે સમયની માંગ છે.- રેલવે , પોર્ટ અને વહીવટી તંત્ર હાઈ-વે ઓથોરિટી કાર્યવાહી કરે : ગાંધીધામ, તા.28 : કચ્છના નાગરિકો, સ્થાનિક ટ્રાન્સપોર્ટરો અને માર્ગ વપરાશકર્તાઓની અપેક્ષા છે કે, રેલવે, બંને પોર્ટ ઓથોરિટી, જિલ્લા વહીવટીતંત્ર અને ધોરીમાર્ગ ઓથોરિટી વચ્ચે સંકલન સ્થાપી નક્કર પગલાં લેવામાં આવે.આ માટે મુખ્ય કાર્યવાહી જરૂરી છે.- કંડલા અને મુંદરા પોર્ટથી નીકળતા જથ્થાબંધ માલનો મહત્તમ શક્ય હિસ્સો રેલ માર્ગે મોકલવાની યોજના બનાવવામાં આવે.- બંને પોર્ટ પર રેલ લાડિંગ ક્ષમતા, સાઈડિંગ અને રેક ઉપલબ્ધતા વધારવામાં આવે.- કોલસો, મીઠું, ખાતર અને અન્ય જથ્થાબંધ માલનાં રેલ પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવે.- ભારે વાહનોના પ્રવેશ, પાર્કિંગ અને અવરજવર માટે વૈજ્ઞાનિક ટ્રાફિક વ્યવસ્થાપન લાગુ કરવામાં આવે.- અકસ્માત સંભવિત સ્થળો પર માર્ગ સલામતી, દેખરેખ અને કટોકટી સેવાઓને મજબૂત બનાવવામાં આવે.- રેલવે અને પોર્ટ મેનેજમેન્ટ દ્વારા માસિક ધોરણે માર્ગ પરથી રેલ પર ખસેડાયેલા માલની સમીક્ષા કરવામાં આવે.

Ram Katha

Vyapar Utsav

Panchang