• રવિવાર, 29 નવેમ્બર, 2026

પૂર્વ-પશ્ચિમ કચ્છમાં દબાણકારો સામે ધોંસ બોલાવાઈ

ભુજ, તા.28 : કચ્છમાં સરકારી જમીનો પર ગેરકાયદે પેશકદમી કરનારા દબાણકારો સામે તંત્રવાહકોની તવાઈ જારી રહી છે.રાપર તાલુકાના મેવાસા અને ચિત્રોડ, તો અબડાસા તાલુકાના વાયોરમાં તેમજ મુંદરાના મોટી ભુજપુર અને તેમજ માંડવીના ચાંગડાઇમા ગૂ1.09 લાખ ચો.મી.જમીનને દબાણ મુક્ત કરાવાઇ હતી. દબાણ મુક્ત થયેલી જમીનની કિંમત 86.27 લાખની આંકવામાં આવી છે.વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત કામગીરીમાં હાથ ધરાયેલી આ ઝુંબેશ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે પાર પાડવામાં આવી હતી.રાપર તાલુકાના મેવાસા, ચિત્રોડમાં નેશનલ હાઈ-વે પર સરકારી જમીનમાં કોમર્શિયલ હેતુ માટે બનાવાયેલ ઈંટોના ભઠ્ઠાનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને મદદનીશ કલેક્ટર-ભચાઉ અભિષેક પ્રમોદ ટાલેનાં માર્ગદર્શન હેઠળ મામલતદાર એચ.બી.વાઘેલા અને તેમની ટીમે 49,500 ચો.મી.જેટલી સરકારી જમીનને દબાણકારોના કબજામાંથી મુક્ત કરાવી 63 લાખ રૂપિયાની જમીનને ખુલ્લી કરાવી હતી.આ તરફ અબડાસા તાલુકાના વાયોરમાં વહિવટી તંત્ર અને પોલીસની સંયુક્ત કામગીરીમાં વાયોર ગામની સીમમાં બીબીમાની દરગાહ અને ખેતરપાળ દાદાની ડેલીનું ધાર્મિક દબાણ તોડી પાડી 220 ચો.મી.જમીનને ખુલ્લી કરાવી હતી.સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા અને નલિયાના નાયબ પોલીસ અધીક્ષક મનીષા દેસાઈનાં માર્ગદર્શન હેઠળ વાયોર પોલીસ ઈન્સ્પેક્ટર એચ.આર.બારોટનાં માર્ગદર્શન હેઠળ આ કામગીરી વાયોર પોલીસ અને માર્ગ-મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અબજો રૂપિયાની સરકારી જમીનો અત્યાર સુધી દબાણમુક્ત થઈ ચૂકી છે.મુખ્યમંત્રીની કડક તાકીદ બાદ જિલ્લામાં દબાણ હટાવ ઝુંબેશને વેગવાન બનાવી એક વર્ષમાં 3,300 જેટલાં સ્થળે બુલડોઝર ફેરવાયું છે.આ તરફ માંડવી તાલુકાના ચાંગડાઈના સર્વે નંબર 111માં 60,000 ચો.મી.માં થયેલું ખેતીવિષયક દબાણ હટાવી માંડવી મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા અને તેમની ટીમે 14.40 લાખની સરકારી જમીનને ખુલ્લી કરાવી હતી.મુંદરા પ્રાંત અધિકારી અભિષેક સિન્હાનાં માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મુંદરા તાલુકાના ધ્રબ અને ભુજપુરમાં મામલતદાર કચેરીની કાર્યવાહીમાં હુકમ બાદ દબાણકર્તાઓએ સ્વચ્છાએ દબાણ હટાવ્યા હતા.ધ્રબના સરકારી સ.નં.169 પૈકીના ક્ષેત્રફળ 80 ચો.મી.સરકારી જમીનમાં થયેલું વાણિજય હેતુનું દબાણ તથા મોટી ભુજપુરનું સરકારી સ.નં.695/3ના ક્ષેત્રફળ 25 ચો.મી.સરકારી જમીનમાં થયેલા રસ્તાના દબાણ બાબતે મામલતદારે કાર્યવાહી હાથ ધરી રજૂઆતની તક આપ્યા બાદ વાદગ્રસ્ત જમીનમાં દબાણ દૂર કરાવવાનો હુકમ કર્યો હતો.જે કુલ જમીન 105 ચો.મી.(જંત્રી મુજબ અંદાજિત કિંમત કુલ રૂ.552750) જમીન પર કલેકટર અનિલ રાણાવસીયા,  પ્રાંત અધિકારી અભિષેક સિન્હાના માર્ગદર્શન હેઠળ મામલતદાર કે.એસ.ગોંદીયા અને ટીમ દ્વારા સ્થળ પર હાજર રહેતાં આ  જમીન પર દબાણકર્તા દ્વારા સ્વેચ્છાએ તે દૂર કરાયું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang