• રવિવાર, 29 નવેમ્બર, 2026

રતનાલ નજીક કારે બાઈકને હડફેટમાં લેતાં કિશોરીનું મોત

ગાંધીધામ, તા.28 : અંજારના રતનાલ બાયપાસ રોડ ઉપર બાઈકને કારે હડફેટમાં લેતાં બાઈક પર સવાર પાયલ પર્વત કલાસવા (ઉ.વ.17)નું મોત થયું હતું.રતનાલ રમેશભાઈ કાનજીની વાડીમાં કામ કરતા ભરતસિંહ અજોસિંહ મુનીયાએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.તે ગત તા. 0pt;line-height:115%;mso-ascii-font-family: Calibri;mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri;mso-bidi-language: GU">26-11ના બપોરે વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે તેનો દિકરો વિપુલ શેઠની બાઈક નંબર જીજે-12-ઈએફ-4471 વાળી લઈને કુટુંબી બહેનત પાયલને લેવા કનૈયાબે ગયો હતો ત્યાંથી પરત આવતી વેળાએ રતનાલ બાયપાસ ચોકડીએ પહોંચ્યા હતા ત્યારે ફોરવ્હિલ ગાડી નંબર 26-બીએચ-1178એ બાઈકને હડફેટમાં લેતાં બન્ને બાઈક પર સવારને ઈજાઓ પહોંચી હતી.બન્નેને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે પાયલને મૃત જાહેર કરી હતી.અકસ્માત કરી નાસી જનાર વાહન ચાલકને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang