મેલબર્ન, તા.28 : ઓસ્ટ્રેલિયાએ ન્યુઝિલેન્ડ સામે
ચાર ટેસ્ટ મેચની શ્રેણી માટે પોતાની ટીમ ઘોષિત કરી દીધી છે.સૌથી ચોંકાવનારો નિર્ણય
દિગ્ગજ ઓફ સ્પિનર નાથન લાયનને બહાર રાખીને કરવામાં આવ્યો છે.લાયન 2013થી ઓસ્ટ્રેલિયાનો પ્રમુખ સ્પિનર
રહ્યો છે.જો કે છેલ્લા અમુક સમયનાં પ્રદર્શન બાદ પસંદગીકર્તાઓએ નાથનની જગ્યાએ કોરી
રોચિચિયોલી ઉપર ભરોસો વ્યક્ત કર્યો છે.રોચિચિયોલી અને બેટ્સમેન જેક ક્લેટનને પહેલી
વખત ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
0pt;
line-height:115%;mso-ascii-font-family:Calibri;mso-hansi-font-family:Calibri;
mso-bidi-font-family:Calibri;mso-bidi-language:GU">39 વર્ષના નાથન લાયને 2011મા ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.લાયન અત્યાર સુધીમાં 145 ટેસ્ટ મેચમાં 577 વિકેટ મેળવી છે.ઓસ્ટ્રેલિયા
માટે સૌથી વધારે ટેસ્ટ વિકેટ શેન વોર્ને લીધી છે.ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક વિકેટ
લેનારા બોલરોની યાદીમાં લાયન છઠ્ઠા ક્રમાંકે છે.જો કે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ લાયન
માટે સારો રહ્યો નહોતો.તેણે ત્રણ મેચમાં છ વિકેટ લીધી હતી અને ગકેબરહામાં બીજા ટેસ્ટથી
બહાર પણ રહ્યો હતો.ત્યારબાદ શેફીલ્ડ શિલ્ડમાં વાપસી કરતા ન્યૂ સાઉથ વેલ્સ માટે બે
મેચમાં સાત વિકેટ લીધી હતી.મુખ્ય પસંદગીકર્તા જોર્જ બેલીએ માન્યું હતું કે છેલ્લા
અમુક મુકાબલામાં લાયન અપેક્ષિત પ્રભાવ છોડી શક્યો નથી.બીજી તરફ 29 વર્ષના કોરી રોચિચિયોલીને તક
આપવામાં આવી છે.તેણે વર્તમાન સીઝનમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે 18 વિકેટ લીધી છે તેમજ બેટિંગ
ક્ષમતા પણ બતાવી હતી.જેક ક્લેટન પણ પહેલી વખત ટેસ્ટ ટીમમાં પસંદ થયો છે.કૂપર કોનોલી
અને માર્નસ લાબુશેનને ટીમમાં જગ્યા મળી નથી.