ભુજ, તા.28 : ભુજના સાહસિક યુવક-યુવતીએ બાઈકથી
એક દિવસમાં 700 કિ.મી.લાંબું અંતર કાપી ત્રણ
વખત લેહ-લદ્દાખની સફર ખેડી છે અને હવે તેઓ હવે 4,5 ડિસેમ્બરના મહારાષ્ટ્રનાં
પંચગીનીનો પ્રવાસ ખેડશે.
0pt;line-height:115%;
mso-ascii-font-family:Calibri;mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:
Calibri;mso-bidi-language:GU">- બાઈકથી 2265 કિ.મી.અંતર કાપ્યું : કચ્છના યુવક-યુવતીઓ હવે એડવેન્ચેર, બાઈક રાઈડિંગ સહિતની પ્રવૃત્તિઓમાં આગળ વધી
રહ્યા છે.સાહસ અને પ્રવાસના શોખને સાકાર કરવા ભુજના જેકી મહેશભાઈ ઠક્કર અને તેમની
પત્ની અદિતીએ ત્રણ વખત બાઈકથી પહાડી વિસ્તાર લેહ-લદ્દાખની કપરી સફર ખેડી છે.ભુજથી
લેહ-લદ્દાખનું અંતર અંદાજિત 2265 કિ.મી.નું અંતર થાય છે અને આ યુગલે દરરોજ 700 કિ.મી.નું અંતર કાપી લાંબા
અંતરની મુસાફરી, પહાડી રસ્તાઓ અને હાડ થિજવતી
ઠંડી વચ્ચે પ્રતિકુળ હવામાનમાં ધીરજ, ખંત સાથે ત્રણ વખત સફર પૂર્ણ
કરી છે.લેહ લદ્દાખનું કુદરતી સૌંદર્ય, બરફાચ્છાદિત પર્વતમાળાઓ,
વળાંકવાળા રસ્તા અને ઊંડી ખીણોનાં સૌંદર્યને મનભરીને માણ્યા બાદ હવે
તેઓ 4-5 ડિસેમ્બરના મહારાષ્ટ્રનાં પંચગીની
ખાતે યોજાનારા ઈન્ડિયન બાઈક વીકમાં સહભાગી બનશે.તેઓ બાઈકથી દમણ, પુણે થઈને પંચગીની પહોંચશે, તેમની સાથે તેમના બે પુત્ર અધિરાજ અને યુવરાજ પણ જોડાશે.- પત્નીને બાઈક ચલાવતાં શીખવી
: જેકી ઠક્કર કહે છે તેમણે તેમના ગુરુ દોલતસિંહ
રાઠોડ પાસેથી બાઈક રાઈડિંગ શીખ્યા છે.તેમણે 23 વર્ષ પહેલાં પ્રથમ વખત બાઈકથી લેહ-લદ્દાખનો સફર ખેડયો હતો.પત્ની
અદિતિને બાઈક ચલાવતાં આવડતું ન હોઈ તેમણે પત્નીને ટુ-વ્હીલર, ફોર વ્હીલર ચલાવતા શીખવ્યા બાદ આ યુગલે બાઈકથી
ત્રણ વખત લેહ-લદ્દાખની સફર ખેડી છે.આ સિવાય તેઓ ગોવા, બેંગ્લોર
પણ બાઈકથી જઈ આવ્યા છે.તેઓ કચ્છ આવતા પ્રવાસીઓને ભાડે દ્વિચક્રી વાહનો આપે છે અને
તેમની પાસે 70થી વધુ વાહન
છે.- આત્મવિશ્વાસ, સાહસથી સફળતા : અદિતિ ઠક્કર
કહે છે કે, આત્મવિશ્વાસ, ખંત સાથે સાહસ ખેડવાથી અચુક સફળતા મળે છે.તેમને બાઈક ચલાવતાં આવડતું ન હતું,
પણ શીખ્યા બાદ ત્રણ વખત લાંબી સફર પૂર્ણ કર્યા બાદ હવે બાઈકથી પંચગીની
જશે.બોલીવૂડ એક્ટર જહેન અબ્રાહમ ધોરડો આવ્યા હતા, ત્યારે તેમની
બાઈક પર ઓટોગ્રાફ આપ્યા હતા.- કચ્છમાં બાઈક રાઈડિંગનો ક્રેઝ : પ્રવાસન ક્ષેત્રે
વૈશ્વિક નક્શે ચમકેલાં કચ્છમાં બાઈક રાઈડિંગનો ક્રેઝ વધ્યો છે.તાજેતરમાં કચ્છ આવેલા
પંજાબી ગાયક દિલજિત દોસાંઝને બાઈક રાઈડિંગ કરાવ્યું હોવાનું જેકી ઠક્કરે જણાવ્યું હતું.બાઈકથી 45 દેશનો પ્રવાસ કરનારા દિલ્હીના
અંકિત લાંબા, 40 દેશનો પ્રવાસ ખેડનારા દિલ્હીના પ્રતીક ચતુર્વેદી અને અનિતા ક્રિષ્નને
પણ બાઈકથી કચ્છનાં ધોરડો, રોડ ટુ હેવન,
નારાયણ સરોવર, કોટેશ્વર, માંડવી બીચ, ધોળાવીરા સહિતનાં પ્રવાસન સ્થળોનો પ્રવાસ
કરી ચૂક્યા છે.