• રવિવાર, 29 નવેમ્બર, 2026

રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ પર તવાઈ

અમદાવાદ, તા.28 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને સર્વોપરી ગણાવી રેગિંગની ઘટનાઓ સામે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.મંત્રીની સીધી સૂચનાને પગલે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના 5ાંચ વિદ્યાર્થીને છ મહિના માટે હોસ્ટેલમાંથી રેસ્ટિકેટ કરવામાં આવ્યા છે, જ્યારે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થીને પણ સસ્પેન્ડ કરાયા છે. મંત્રીએ જણાવ્યુ કે, રેગિંગ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.વિદ્યાર્થીઓને હેરાન કરવા એ અમાનવીય કૃત્ય છે અને આવા કૃત્ય સામે રાજ્ય સરકારની `ઝીરો ટોલરન્સ'ની નીતિ છે.ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આ કડક દાખલો બેસાડવામાં આવ્યો છે.વડોદરા ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે થયેલી માનસિક હેરાનગતિની ઘટના બાદ આરોગ્ય મંત્રીએ ત્વરિત નિયામકને સૂચના આપી માત્ર 12 કલાકમાં એન્ટિ રાગિંગ કમિટીનો રિપોર્ટ મગાવ્યો હતો.આજે સવારે જી.એમ.ઈ.આર.એસ.મેડિકલ કોલેજ, ગોત્રી ખાતે મળેલી એન્ટિ રાગિંગ કમિટીની બેઠકમાં વિદ્યાર્થી-વાલીની રજૂઆતો સંભાળ્યા બાદ ત્રીજા વર્ષના પાંચ વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી હોસ્ટેલમાંથી છ મહિના રેસ્ટિકેટ કરવાનો આદેશ કરાયો હતો. આ જ પ્રકારે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં પણ પ્રથમ વર્ષના એમબીબીએસ વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવા બદલ રેગિંગ  કમિટીના અહેવાલ બાદ ત્વરિત કાર્યવાહી કરીને કુલ 14 વિદ્યાર્થીને એક અઠવાડિયાથી લઈને એક-બે માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang