• રવિવાર, 29 નવેમ્બર, 2026

સંસદ સત્ર પહેલાં જ સીમાંકન પર સંગ્રામ

નારીશક્તિને આપેલું વચન પાળી બતાવીશ : મોદી : નવી દિલ્હી, તા.28 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાત મહિના જૂનો 53 સેકંડનો વીડિયો પોસ્ટ કર્યો હતો.મોદીએ જણાવ્યું હતું કે, મહિલા અનામતના માર્ગ પર આવતા તમામ અવરોધોને સરકાર દૂર કરશે અને સરકાર લોકસભા, વિધાનસભા ચૂંટણીઓમાં મહિલાઓ માટે 0pt;line-height:115%;mso-ascii-font-family:Calibri;mso-hansi-font-family: Calibri;mso-bidi-font-family:Calibri;mso-bidi-language:GU">33 ટકા અનામતનું દેશની નારીશક્તિને આપેલું વચન પૂરું કરી બતાવશે.વડાપ્રધાને વિશ્વાસભર્યા સ્વરે કહ્યું હતું કે, જે લોકો, જે પક્ષો આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે, તે સરકારને આ વચન પાળતી રોકી નહીં શકે.મોદીએ જણાવ્યું હતું કે, મહિલા અનામતનો વિરોધ કરનાર પક્ષો દેશની નારીશક્તિને સંસદ અને વિધાનસભાઓમાં પોતાની ભાગીદારી વધારતી નહીં રોકી શકે.મહિલા અનામત માટે દેશની 100 ટકા નારીશક્તિના આશીર્વાદ મારી સાથે છે, તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.બીજી તરફ સીમાંકન વિધેયકની કસોટીમાંથી પાર પાડવાનો કેન્દ્ર સરકારનો પંથ સરળ બનતો દેખાઇ રહ્યો છે.શરદ પવારની એનસીપી અને વાયએસઆરસીપી બાદ શનિવારે સ્ટાલિનના પક્ષ દ્રમુકે પણ સીમાંકનને સમર્થનનું એલાન કરી દીધું હતું.આ ત્રણેય પક્ષના 34 સાંસદ છે.દરમ્યાન રાજ્યસભામાં ત્રણ સભ્ય ધરાવતા બીઆરએસ પક્ષે પણ મહિલા અનામત, સીમાંકન  સુધારા વિધેયકને સમર્થનનું એલાન કરી દીધું હતું.બીજી તરફ, શનિવારે એવા અહેવાલ પણ મળ્યા હતા કે, શરદ પવારનો પક્ષ એનસીપી સીમાંકન વિધેયક પસાર કરવા માટે કેન્દ્ર સરકારની સાથે રહેશે.આ સમર્થનના શિરપાવરૂપે એનસીપી સાંસદ સુપ્રિયા સુલેને કેન્દ્ર સરકારમાં મંત્રીપદ મળી શકે છે.સાથોસાથ પવારના પક્ષે મહારાષ્ટ્રની સરકારમાં એક કેબિનેટ અને બે રાજ્ય કક્ષાનાં મંત્રીપદની પણ માંગ કરી છે.દરમ્યાન દેશના ગૃહમંત્રી અમિત શાહે `એક્સ' પરથી જણાવ્યું હતું કે, નારીશક્તિને જનપ્રતિનિધિત્વમાં મજબૂત ભાગીદારી અપાવવી એ મોદી સરકારનો સંકલ્પ છે.- સીમાંકન લોકતંત્ર માટે ખતરો; વિરોધ થશે : ખડગે : નવી દિલ્હી, તા.28 : સીમાંકન વિધેયક પર સંસદના વિશેષ સત્રથી પહેલાં જ સંસદની બહાર પણ રાજકીય ઘમસાણ સર્જાયું હતું.કોંગેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે જણાવ્યું હતું કે, સીમાંકન ખરડો લોકતંત્ર માટે ખતરો છે.અમે તેનો વિરોધ કરીશું.કેન્દ્રિય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુએ પલટવાર કરતાં કહ્યું હતું કે, ખડગેને લોકતંત્ર પર જ ભરોસો નથી, તો હું કોંગેસ પક્ષ વિશે શું કહી શકું ? રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ કહ્યું હતું કે, વડાપ્રધાન ચીનની જેમ સત્તા પોતાના હાથમાં રાખવા માગે છે.ભાજપ પૂરી સત્તા હાથમાં લેવાની કોશિશ કરે છે, જે અમે સ્વીકારવાના નથી.હાથ ઉઠાવી, બહુમત મેળવીને લોકતંત્ર ખતમ કરે છે, તેવા પ્રહાર ખડગેએ કર્યા હતા.ખાસ સીમાંકન વિધયેકના મામલે શનિવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાન પર ઈન્ડિયા જોડાણના સાંસદોની બેઠક થઇ હતી, જેમાં વિપક્ષી જોડાણના સાથી પક્ષોએ સીમાંકન ખરડાનો વિરોધ કરવા પર સહમતી સાધી હતી.ખડગેએ જણાવ્યું હતું કે, નવા સીમાંકનમાં અનુસૂચિત જાતિ, જનજાતિ (એસસી, એસટી)ની બેઠકો વધવી જોઇએ.સરકાર જે વિધેયક લાવી રહી છે, તેમાં આવી જોગવાઇ નથી.નવા ખરડા વિશે સરકારે કોઇ જ વિગતો આપી નથી.કોંગ્રેસ અધ્યક્ષ બોલ્યા હતા કે, કલંકિત ચૂંટણીપંચ જેણે 10 કરોડથી વધુ લોકોને મતદારયાદીમાંથી હટાવ્યા તેને જ સીમાંકનની જવાબદારી અપાઇ રહી છે, જે વિપક્ષને સ્વીકાર્ય નથી.જ્ઞાનેશકુમાર અપરાધી છે.તેમના નેતૃત્વમાં સીમાંકનની પ્રક્રિયા થશે તો `સર' જેવી જ ગરબડો થશે, તેવા પ્રહાર તેમણે કર્યા હતા.ખડગેએ કહ્યું હતું કે, બેઠકો વધીને 850 થશે તો દેશને મોટું નુકસાન થશે, લોકતંત્ર ખતમ થશે.રિજ્જુએ પલટવાર કરતાં કહ્યું હતું કે, કોંગેસ પક્ષે કદી પણ લોકતંત્ર પર વિશ્વાસ નથી કર્યો.અમે લોકતાંત્રિક વ્યવસ્થાનાં હિતમાં સીમાંકન વિધેયક માટે સમર્થન માગી રહ્યા છીએ, તેવું કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang