ભુજ/ગાંધીધામ, તા.28 : અહીંના ઇન્દિરા
પાર્કમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 45.5 ગ્રામ સાથે શહેરના બે યુવાનને
એસઓજીએ ઝડપી પાડયા હતા.બીજી તરફ રાપરના ચિત્રોડ
પાસે પોલીસે ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડયો
હતો.ગઇકાલે સાંજે એસઓજીને બાતમી મળી હતી કે, મોહંમદશિફાન મોહંમદશફી થેબા અને ક્રિષ્ના ભીમસિંહ
ઠાકુર (રહે.બંને જેષ્ઠાનગર, કેમ્પ એરિયા, ભુજ) સાથે વી.
ડી.હાઇસ્કૂલ સામે આવેલા ઇન્દિરા પાર્કમાં ગાંજો છે.આ બાતમીના
આધારે એસઓજીની ટીમે બંનેને ત્યાંથી માદક પદાર્થ ગાંજો 45.5 ગ્રામ કિં.રૂા.2,275, એક મોબાઇલ કિં.રૂા.20,000 તથા રોકડા રૂા.5240 એમ કુલે રૂા.27,515ના મુદ્દામાલ સાથે ઝડપી બી-ડિવિઝન
પોલીસ મથકે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરીમાં
એસઓજીના પીઆઇ એ.ડી.પરમાર, પીએસઆઇ પી.કે.ઝાલા, એએસઆઇ રઘુવીરસિંહ જાડેજા, હે.કો.ભાવેશભાઇ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, વનરાજસિંહ સોઢા, કોન્સ.દિનેશભાઇ ચૌધરી, સ્વરૂપસિંહ જાડેજા, ડ્રાઇવર હે.કો.મહિપતસિંહ સોલંકી
જોડાયા હતા.બીજી તરફ ભચાઉ, ચિત્રોડથી રાપર આવતા માર્ગ પર મામાદેવ
મંદિર આગળ પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી હતી, દરમ્યાન દ્વિચક્રીય
વાહન નંબર જી.જે.-12-ઇ.ક્યુ.-4935 આવતાં પોલીસે વાહન રોકાવ્યું
હતું.આ વાહનની તપાસ દરમ્યાન માદક પદાર્થ મળી આવતાં ચાલક રામદાસ ગુરુ ધરમદાસ સાધુ ઉર્ફે
રામજી ગોવિંદ ખારવા (રહે.કીડિયાનગર મૂળ સરધાર રાજકોટ)ને પકડી પાડયો હતો.આ શખ્સ પાસે
મળેલ પદાર્થ ગાંજો હોવાનો પ્રાથમિક અભિપ્રાય એફએસએલ અધિકારીએ આપ્યો હતો.આરોપી પાસેથી રૂા.1334નો 26.68 ગ્રામ ગાંજો જપ્ત કરાયો હતો.ભચાઉના જૂના બસ સ્ટેન્ડ બહાર એક બાઇકચાલકે આ આરોપીને ગાંજો આપ્યો હોવાનું બહાર આવ્યું
હતું.આ બાઇકચાલકને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.