ભુજ, તા. 28 : ગૌમાતાના સન્માન, ગૌસંરક્ષણ અને ગૌસેવાના પવિત્ર સંકલ્પને સમાજના
દરેક વર્ગ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ગાંધીનગર ખાતે ગૌ સન્માન આહવાન કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કચ્છના સંતોએ ભાગ લીધો હતો.અંજાર સચ્ચિદાનંદ મંદિરના
મહંત ત્રિકમદાસજી મહારાજ ગાંધીનગર ખાતે ગૌ સન્માન આહવાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગૌરક્ષણના
સંદેશાને સાથ આપ્યો હતો..ગૌ માતાને વિશેષ દરજજો મળે તે માટે રજૂઆત માટે કચ્છમાંથી
પણ અનેક સંતોએ હાજરી આપી હતી એકલધામના મહંત યોગીદેવનાથ બાપુએ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને
શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે ગૌમાતાને રાજ્ય માતાના દરજજા માટે
કચ્છમાંથી યોગી દેવનાથ ઉપવાસ કર્યા હતા.જેને કચ્છમાંથી જ નહીં પરંતુ ગુજરાત ભરમાંથી
બહોળે પ્રતિસાદ સાંપડયો હતો.
ગૌવંશને સંવર્ધન થાય અને ગાય થકી ખેતી બચી શકે લોકોના
આરોગ્ય માટે પણ ગાય ઉપયોગી પુરવાર સાબિત થઇ
છે.ત્યારે અન્ય રાજ્યમાં જે રીતે ગાય નિભાવ માટે ગાય દીઠ જે ઉંરકમ આપવામાંય આવે છે
તેની સરખામણીએ ગુજરાતમાં માત્ર ગાય દીઠ 30 રૂપિયા આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં રજુઆત કરાઇ હતી.એકથી ત્રણ ચરણ સુધીની રજૂઆતો અને માંગણી બાદ આ દિશામાં ઘટતુ કરવામા નહીં આવે તો આગામી
ચોથા ચરણમાં વધુ ઉગ્ર રીતે માંગણીનો દોર ચાલુ રાખવામાં આવશે.તેવું યોગી દેવનાથ બાપુએ
જણાવ્યું હતું.