નલિયા, તા.28 : અબડાસા અને માંડવી તાલુકાને
જોડતો અત્યંત વ્યસ્ત એવો નલિયા-માંડવી માર્ગ હાલ બિસમાર હાલતમાં ફેરવાઈ જતાં વાહનચાલકોમાં
ભારે રોષ જોવા મળી રહ્યો છે.દ્વિમાર્ગીય અને નેશનલ હાઈ-વેની શ્રેણીમાં આવતા આ મહત્ત્વપૂર્ણ
રસ્તા પરથી ઠેર-ઠેર ડામરનું પડ ઉખડી જતાં અડધા ફૂટ જેટલા ખાડા પડી ગયા છે.પ્રાપ્ત
વિગતો અનુસાર, નલિયાથી માંડવી વચ્ચેનો
આ રસ્તો મોટાભાગે સારો અને ડબલ ટ્રેક હોવાથી વાહનચાલકો સામાન્ય હાઈ-વે ગતિએ વાહન હંકારતા
હોય છે, પરંતુ, સારા રસ્તાની વચ્ચોવચ્ચ
અચાનક જ ઊંડા ખાડા આવી જતાં ચાલકોને બ્રેક મારવાનો કે સંભાળવાનો સમય મળતો નથી અને વાહનો
સીધા ખાડામાં પટકાય છે.તેના કારણે વાહનોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે,
સાથે જ વાહન પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાવાનો ભય પણ સતત વધી ગયો
છે.ખાસ કરીને રાત્રિના સમયે કે ઓવરટેક કરતી વખતે આ ખાડા વાહનચાલકો માટે યમદૂત સમાન
બની રહ્યા છે.સ્થાનિક નાગરિકો અને નિયમિત અવરજવર કરતા મુસાફરોમાં તંત્રની કામગીરી
સામે તીવ્ર નારાજગી પ્રવર્તી રહી છે.પ્રજાજનોમાં એવો વેધક સવાલ ઊઠી રહ્યો છે કે,
0pt;line-height:115%;mso-ascii-font-family:
Calibri;mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri;mso-bidi-language:
GU">`નેશનલ હાઈવે જેવા મહત્ત્વના માર્ગમાં આવા
જીવલેણ ખાડા કેમ ચાલે ?' કોઈ મોટી
જાનહાનિ કે ગંભીર દુર્ઘટના સર્જાય તે પૂર્વે સંબંધિત નેશનલ હાઈ-વે તંત્ર દ્વારા તાત્કાલિક
ધોરણે આ ખાડાઓનું યોગ્ય સમારકામ હાથ ધરી રસ્તો પૂર્વવત કરવામાં આવે તેવી પ્રબળ માંગ
ઊઠી છે.