• રવિવાર, 29 નવેમ્બર, 2026

અવકાશમાં પણ પાકની પડખે ચીન

નવી દિલ્હી, તા.28 : પાકિસ્તાન અંતરીક્ષમાં સતત પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું છે.આ કામમાં ચીન પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે.ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ એનએસ રાજા સુબ્રમણિએ આ માહિતી આપી હતી.સીડીએસ સુબ્રમણિએ કહ્યું હતું કે પાકિસ્તાનની રાષ્ટ્રીય અંતરીક્ષ એજન્સી પોતાની સ્વદેશી ક્ષમતા વિકસીત કરવાની કવાયતમાં છે.દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન સીડીએસએ કહ્યું હતું કે ભારતે પણ પોતાની  અંતરીક્ષ ક્ષમતાઓને વધારે વિકસીત કરવાની જરૂરિયાત છે.કાર્યક્રમની અધ્યક્ષતા પૂર્વ સીડીએસ જનરલ અનિલ ચૌહાણ કરી રહ્યા હતા.મીડિયા સવાલોનો જવાબ આપતા સુબ્રમણિએ કહ્યું હતું કે, પાકિસ્તાનને તૂર્કીમાંથી પણ સહાય મળશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ચીનના શેનઝોઉ-24 માનવયુક્ત અંતરીક્ષ યાનનું સફળ પ્રક્ષેપણ થયું હતું.જેમાં પાકિસ્તાની અંતરીક્ષ યાત્રી મોહમ્મદ જિશાન અલી પણ સામેલ હતો.આ મામલે પૂછવામાં આવતા સીડીએસએ કહ્યું હતું કે, ચીન પાસે જે ક્ષમતાઓ છે તે પાકિસ્તાનને મળશે.ચીન પાકિસ્તાનને તમામ મદદ કરી રહ્યું છે.જો કે ભારતે ચીનની બરાબરી કરવાની દોડમાં સામેલ થવાની જરૂરિયાત નથી.ભારતે સરહદોની દેખરેખ કરતા ઉપગ્રહોને સમયાંતરે અપગ્રેડ કરવા ઉપર ધ્યાન આપવું પડશે.જનરલ સુબ્રમણિએ કહ્યું હતું કે સ્પેસ બેઝડ સર્વેલન્સ ફેઝ-3 કાર્યક્રમ લાગુ થતા ભારતની સર્વેલન્સ ક્ષમતામાં ઘણો વધારો થઈ જશે.ઓક્ટોબર 2024માં સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિએ 26968 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે હિંદમહાસાગર ક્ષેત્રની દેખરેખ માટે 52 ઉપગ્રહ તૈનાત કરવાની યોજનાને મંજૂરી આપી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang