• રવિવાર, 29 નવેમ્બર, 2026

વર્માનગરનો ટાઉનહોલ બાવળથી ઘેરાયો...!

દયાપર (તા.લખપત), તા.28 : જીએમડીસીની અને જીએસઇસીએલ, જીઇબીના કર્મચારીઓની ઔદ્યોગિક વસાહત વર્માનગર ખાતે ક્યારેક ભૂતકાળમાં સંગીત, કલાના કાર્યક્રમોથી ધમધમતો ટાઉનહોલ અત્યારે ગાંડા બાવળિયાથી ઘેરાયો છે.એટલું જ નહીં પણ છતમાં મોટા ગાબડાં પડી જતાં લાખોના ખર્ચે બનેલી અદ્યતન સુવિધા ખંડેરમાં ફેરવાઇ ગઈ છે. 0pt;line-height:115%;mso-ascii-font-family: Calibri;mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri">1990ના દાયકામાં આ ટાઉનહોલમાં સંગીત, કલા તેમજ લાયન્સ ક્લબ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતાં અને રાત્રે લાઇટીંગ, શ્રોતાજનો, સાઉન્ડ સિસ્ટમ તથા કાર્યક્રમોથી ધમધમતો હતો.છેલ્લે પાછળના ભાગે બેડમિન્ટન રમવાની વ્યવસ્થા કરાઇ હતી તે વખતે જીએમડીસીના જનરલ મેનેજર એ.કે.ગર્ગ અહીં દરરોજ રમવા માટે આવતા, પરંતુ છેલ્લા 15 વર્ષથી ટાઉનહોલ બંધ છે.બંને બાજુ ગાંડા બાવળિયાથી ઘેરાયેલ છે, એટલું જ નહીં પણ છત પરથી પોપડા પડે છે.આગળના ભાગે આવેલા છજાની છતમાં મોટું ગાબડું પડી ગયું છે.પાનધ્રો વીજ મથકના બે એકમો બંધ થતાં તેમજ પાનધ્રો લિગ્નાઇટ ખાણ વર્ષ 2005માં બંધ થતાં ત્યારબાદ મોટી સંખ્યામાં કર્મચારીઓની અન્યત્ર બદલીઓ થઇ જેથી વર્માનગર વસાહતમાં પરિવારોની સંખ્યા ઘટતાં ધીરે ધીરે જરૂરી બાંધકામો પણ બિનઉપયોગી થઇ ગયાં છે.પાનધ્રો વીજ મથકના ચીફ ઇજનેર એમ.જે.ચૌધરીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, બાંધકામ જીએમડીસી દ્વારા કરાયું હતું.હવે તેને મરંમત કરવું અશક્ય છે.અને તે જીએમડીસી હેઠળમાં આવે છે.જોકે, હાલમાં વિવિધ ક્લબ, સંસ્થાઓના કાર્યક્રમો રિક્રિશીયન ક્લબમાં યોજાય છે.

Ram Katha

Vyapar Utsav

Panchang