ભુજ, તા.28 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના
વિઝનથી રાજકોટ ખાતે સ્થપાયેલી એઇમ્સ હોસ્પિટલ સૌરાષ્ટ્ર સહિત ટ્રસ્ટના જરૂરિયાત દર્દીઓ
માટે આશીર્વાદ રૂપ હોવાનું રાજકોટ એઇમ્સના સભ્ય અને કેસરીદેવસિંહ ઝાલાએ જી.કે.જનરલ
હોસ્પિટલમાં કચ્છના જરૂરિયાત મંદ દર્દીઓ માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં આજે 19 વિવિધ વિભાગો સાથે કચ્છમાં
એઇમ્સ દ્વારા પ્રથમવાર યોજાયેલા નિ:શુલ્ક મેગા સર્વરોગ કેમ્પના કાર્યક્રમ ઉદ્ઘાટન કાર્યક્રમમાં
જણાવ્યું હતું.એઈમ્સ રાજકોટના સભ્યશ્રી કચ્છ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ નાગરિકો
એઈમ્સ રાજકોટની તબીબી સેવાઓનો લાભ લેવા અનુરોધ કરતાં જણાવ્યું કે
0pt;line-height:115%;font-family:"Shruti",sans-serif;
mso-bidi-language:GU">, આવનારા દિવસોમાં ગુજરાતના કોઈપણ દર્દીને ખાસ
સારવાર માટે દિલ્હી કે મુંબઈ સુધી જવાની જરૂર નહીં રહે.એઈમ્સ રાજકોટ ખાતેની હાલની
સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે.તેમણે સમગ્ર કેમ્પની મુલાકાત લઈ
દર્દીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું કે,
વડાપ્રધાન શ્રી મોદીના વિઝનથી દેશમાં એઈમ્સનો સતત વિસ્તાર થઈ રહ્યો છે.રાજકોટ ખાતે એઈમ્સ આજે કાયરત બની છે માટે સૌરાષ્ટ્રના સાંસદો સાથે વડાપ્રધાનને કરેલી
રજુઆતનો ઉલ્લેખ કર્યો હતો.તેમણે મેગા હેલ્થ કેમ્પના આયોજન બદલ એઈમ્સ રાજકોટના સભ્યશ્રી
ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો.ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે,
કચ્છમાં આરોગ્યક્ષેત્રે સરકારની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ સારૂં કાર્ય
કરી રહી છે.તેમણે આજના એઈમ્સ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત નિ:શુલ્ક
મેગા કેમ્પને ઐતિહાસિક ગણાવ્યું હતું.જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું
કે, આ પ્રકારના નિ:શુલ્ક કેમ્પથી લોકો એઈમ્સની સુવિધાઓ અંગે જાગૃત
થશે.અખીલ ભારતીય અયુર્વિજ્ઞાન સંસ્થાન એઈમ્સ રાજકોટ અને જિલ્લા વહીવટી તંત્ર આયોજીત
આ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં કુલ 1935 જરૂરિયાતમંદ દર્દીઓએ વિવિધ વિભાગોની તબીબી સેવાઓનો લાભ લીધો
હતો.જેમાં સેન્ટ્રલ લેબ ખાતે કુલ 1,254 ટેસ્ટ તેમજ રેડિયોલોજી વિભાગમાં કુલ 642 તપાસ કરવામાં આવી હતી.જેમાં
એક્સ-રેના 449, યુએસજી ના 130, એમઆરઆઈના 36, સીટી સ્કેનના 15 અને ડોપ્લરના 12 રિપોર્ટનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય
છે કે, આ નિ:શુલ્ક મેગા સર્વરોગ કેમ્પમાં દર્દીઓના
રજિસ્ટ્રેશનથી લઈને માર્ગદર્શન, તબીબી નિદાન અને વિનામૂલ્યે દવાઓ
સહિતની સુવિધાઓ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે એઈમ્સ રાજકોટ દ્વારા ઊભી કરવામાં આવી હતી.આ કેમ્પમાં ન્યુરોસર્જન, યુરોલોજી, કેન્સર,
જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન, ફેફસાં, સ્ત્રીરોગ, બાળરોગ,
ચામડીના રોગ, કાન-નાક-ગળા, આંખ, દાંત, જનરલ મેડિસિન અને હાડકાંના
નિષ્ણાત ડોક્ટરોએ સેવાઓ આપી હતી.આ ઉપરાંત, ડાયેટિશિયન,
ફિઝિયોથેરાપી તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથી વિભાગની સારવાર પણનો નાગરિકોએ લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં જિ.પં.ના પ્રમુખ પ્રભાબેન
હુણ, ધારાસભ્ય પ્રદ્યુમ્નાસિંહ
જાડેજા, ભુજ પાલિકાના પ્રમુખ શિતલભાઈ શાહ, ભાજપના જિલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર,
ભીમજીભાઈ જોધાણી, જિ.પં.કારોબારી ચેરમેન હરીશભાઈ
ભંડેરી, જિ.પં.આરોગ્ય સમિતિના ચેરમેન રણજીતાસિંહ જાડેજા,
જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, ભુજ પ્રાંત
અધિકારી મહેશ નાકિયા, ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ
કમિશનર ઉર્વીશ વાળંદ, એઈમ્સ રાજકોટના ડૉ.યશદીપાસિંહ પઠાનીયા,
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મિતેશ ભંડેરી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ.કિશોરકુમાર રોય, અદાણી
ગેઈમ્સના મેડિકલ ડીરેક્ટર ડૉ.નરેન્દ્ર હિરાણી, રાજ પરિવારના
યુવરાજ પ્રતાપાસિંહ જાડેજા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી
સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.