નખત્રાણા, તા. 5 : ચાલુ વર્ષે નહિંવત વરસાદ અને
મોંઘવારીના બમણા માર વચ્ચે મહાપર્વ પૂર્વે આ પંથકની બજારોમાં ઔપચારિકતા પૂરતી ભીડ જોવા
મળી રહી છે. ખેતીવાડી, પશુપાલન વ્યવસાય
ઉપર માઠી અસર તો બીજી તરફ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ મીઠાઇ, શણગાર,
ઇલેકટ્રોનિક સ્ટેશનરી તથા ઉત્સવમાં મુખ્ય ફટાકડાનો ધુમ વપરાસની વસ્તુના
ગત વર્ષથી દોઢ ઘણા ભાવના કારણે સામાન્ય રીતે મહાપર્વ ઉજાસના તહેવારોમાં લોકોનો ઉજાસમા
ઝાંખપ વર્તાય છે. તેવું જણાય છે છતાં પરંપરા ગતના મોટા ઉત્સવની ઉજવણીમાં લોકો ઔપચારિકતા
માટે આવશ્યક ચીજ વસ્તુઓ તો ખરીદશે જ એવું ધંધાદારી વેપારીઓએ જણાવ્યું હતું. સામાન્ય
રીતે દિવાળી પર્વથી 15-20 દિવસ અગાઉ
લોકો પોતાના નિવાસ સ્થાન, ઘરોમાં કલરકામ,
વ્હાઇટવોસથી સજાવટ કરે છે પણ તેમાં સુસ્ત વાતાવરણ હોવાથી કલર,
હાર્ડવેરના વેપારીઓ તથા કલરકામના કારીગરોએ ધંધો ઓછો થયો હોવાનું જણાવ્યું
હતું. કપડા, બૂટ, ચંપલ જેવી આવશ્યક પહેરવેશની
વસ્તુઓની ખરીદીનો રાબેતા મુજબ ધંધો થયો હોવાનું ધંધાદારીઓએ જણાવ્યું હતું.