કરનાલ, તા. 5 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને
ચર્ચા માટે પડકાર ફેંકનાર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર વળતા પ્રહારમાં દેશના ગૃહમંત્રી
અમિત શાહે ગુરુવારે રાહુલને સંસદમાં ચર્ચાનો પડકાર ફેંક્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું
હતું કે, ભાજપ સરના મુદ્દા પર સંસદમાં ચર્ચા માટે વિશેષ સત્ર બોલાવવા તૈયાર
છે. હું રાહુલ ગાંધીને ચેલેન્જ (પડકાર) આપું છું રાહુલજી, મોદીજીની
જરૂર નથી. ચર્ચા કરવી છે તો એક પત્ર લખી નાખો મોદીજીને. લોકતંત્રમાં ચર્ચા માટે સંસદ
સર્વોપરી સ્થાન છે, પરંતુ ચર્ચાના સ્થાને હંગામો કરવો કોંગ્રેસની
સંસ્કૃતિનો હિસ્સો બની ગયો છે તેવા પ્રહાર શાહે કર્યા હતા. ગૃહમંત્રીએ કરનાલમાં ભાજપ
યોજિત `લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' રેલી બાદ
સભા સંબોધતાં કહ્યું હતું કે, કોંગ્રેસે ખોટું બોલવું બંધ કરવું
જોઈએ અને સંસદમાં ચર્ચાથી ભાગવું ન જોઈએ. સંસદનું અપમાન કરે છે, સ્પીકરનું
અપમાન કરે છે, ન્યાયતંત્રનું અપમાન કરે છે. રાહુલબાબા બોખલાઈ
ગયા છે તેવા આકરા પ્રહાર શાહે કર્યા હતા. હતાશ થઈ ગયા હોવાથી રાહુલ ગાંધી હારનું ઠીકરું
ચૂંટણીપંચ પર ફોડવાની કોશિશ કરે છે તેવું તેમણે કહ્યું હતું.