ગાંધીધામ, તા. 5 : ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર
ઊભેલાં ડમ્પર અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો,
જેમાં ગાડીમાં બેઠેલા અને ઈજાગ્રસ્ત ગોપાલ ઈશ્વરજી ઠાકોર (ઉ.વ. 22)નું મૃત્યુ થયું હતું તેમજ
અન્ય એક યુવાનને ઈજા પહોંચી હતી. એ. વી. જોષી પુલિયા પાસે સીએટ ટાયરની સામે રોડ ઉપર ગઈકાલે રાત્રે 10.30 વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. ડમ્પર નં. જીજે-12- બીટી-9583ના ચાલકે બેદરકારીપૂર્વક કોઈ
પણ આડશ મુક્યા વિના રસ્તા ઉપર રાહદારીઓને અડચણરૂપ બને તે પ્રકારે ઊભું રાખ્યુ
હતું .દરમ્યાન તેની સાથે પાછળથી જીજે-01- આરઈ-7955વાળી ગાડી ભટકાઈ હતી, જેમાં ગોપાલને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેમણે
આંખો મીંચી લીધી હતી તેમજ નવઘણભાઈ ઠાકોરને ઈજા પહોંચી હતી. આ અંગે દિનેશભાઈ પ્રતાપજી
ઠાકોરની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.