• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

દેશલપરમાં તળાવમાં ગેરકાયદે બાંધ મુદ્દેની બબાલમાં ત્રણ ઈજાગ્રસ્ત

ગાંધીધામ, તા. 5 : રાપર તાલુકાના દેશલપર ગામના સાંકડ તળાવમાં ગેરકાયદેસર  બાંધ મુદ્દે ત્રણ શખ્સે  હુમલો કર્યો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. સાંકડ તળાવના બાંધેલ પાળ પાસે ગત તા. 4/11ના  બપોરે 3.45 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.  આ અંગે આલાભાઈ સુજાભાઈ ગોહિલે આરોપી રામપુરી ધીરજપુરી ગોસ્વામી, લખમણપુરી ધીરજપુરી ગોસ્વામી, ધીરજપુરી ગણેશપુરી ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ કહ્યંy હતું  કે,  ગેરકાયદેસર બાંધેલ બાંધ  અંગે થયેલી ફરિયાદ બાદ સરકારી અધિકારીએ તપાસ કરતાં આ બાબતનુ મનદુ:ખ રાખીને આરોપીઓએ  ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીને જાતી અપમાનિત સાથે  મૂઢમાર તેમજ  ગોપરાભાઈ નરસંગભાઈ ગાંધી (પટેલ)ને મૂઢમાર સહિતની ઈજા પહોંચી હતી તેમજ નાનજીભાઈ ગણેશાભાઈ મદાત(પટેલ)ને છરી અને પથ્થર વાગતાં ઈજા પહોંચી હતી. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd