મુંદરા, તા. 5 : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ
ઇકોનોમિક ઝોન લિ.એ નેધરલેન્ડ્સ સ્થિત `ઇવોસ બી વી.' (Evos)માં `ઇગનેઓ ઇન્ફ્રાસ્ટરક્ચર પાર્ટનર્સ પાસેથી
નક્કી થયેલી 2.56 અબજ યુરોની એન્ટરપ્રાઇઝ કિંમતે
100 ટકા હિસ્સો હસ્તગત કરવા સમજૂતી
કરી છે. સંપૂર્ણપણે રોકડમાં પ્રસ્તાવિત આ સોદામાં
આંકવામાં આવેલું ઇવોસનું ઇક્વિટી મૂલ્ય 1.18 અબજ યુરો કેલેન્ડર વર્ષ 2025 માટે 11.7 ગણું EV/ ઇબીડટામલ્ટિપલ દર્શાવે છે.
અદાણી પોર્ટસ અને સેઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ઇવોસનું સંપાદન એ અદાણી પોર્ટસ માટે એક અબજ
ટન કાર્ગોનું સંચાલન અને હકિકતમાં વૈશ્વિક સંકલિત પરિવહન પ્લેટફોર્મ ઊભું કરવાના લક્ષ્યની
દિશામાં એક મહત્ત્વનું સીમાચિહ્ન છે. આ સંપાદનથી અમને વિશ્વના મુખ્ય લિક્વિડ સ્ટોરેજ
અને ઊર્જા કેન્દ્રોમાં અમારી હાજરી મજબૂત થશે. Evos યુરોપના બીજા સૌથી મોટા સ્વતંત્ર
લિક્વિડ સ્ટોરેજ સંચાલક ઇવોસ નેધરલેન્ડ્સ, જર્મની, સ્પેન,
બેલ્જિયમ અને માલ્ટામાં વ્યૂહાત્મક રીતે સ્થિત આઠ બંદર-આધારિત ટર્મિનલ્સ
પર 6.3 મિલિયન ક્યુબિક મીટરની સંગ્રહ
ક્ષમતા ધરાવે છે. યુરોપના સૌથી મહત્ત્વપૂર્ણ ઊર્જા અને ઔદ્યોગિક કેન્દ્રોમાં આવેલા
ઇવોસના ટર્મિનલ્સમાં એમ્સ્ટરડેમ-રોટરડેમ-એન્ટવર્પ પ્રદેશ, હેમ્બર્ગ અને ભૂમધ્ય સમુદ્રી ક્ષેત્ર સામેલ
છે.