• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 53,550 સીસી રક્ત એકત્રિત

ભુજ, તા. 27 : અહીંના લોહાણા મહાજનનાં સાંનિધ્યમાં અને અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ તેમજ ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા  અંશ સચિન કોટકના જન્મદિવસ નિમિત્તે રૂખાણા હોલ-ભુજ ખાતે  રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ જોડાયા હતા. 153 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. આ કેમ્પમાં થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.  અંગદાન માટે જાગૃતિ લાવવા સંકલ્પ લેવાયો હતો. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 53,550 સીસી રક્ત એકત્ર કરાયું હતું. ભુજ મહાજનના પ્રમુખ ડો. મુકેશ ચંદે, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશ પલણ, અખિલ કચ્છ લોહાણા મહાજનના ઉપપ્રમુખ તુષાર ઠક્કર, માધાપર મહાજનના પ્રમુખ હિતેશ મજેઠિયા, અબડાસા તાલુકા મહાજનના પ્રમુખ મહેન્દ્ર ઠક્કર, ભુજ મહાજનના ઉપપ્રમુખ હરેશ કતીરા, મંત્રી કમલ કારિયા, ખજાનચી હિતેષ ઠક્કર, માધાપર મહાજનના ઉપપ્રમુખ કપિલ દૈયા, લોહાણા મહાપરિષદના દીપક રેલોન, મગનભાઈ કોટક, રઘુવંશી સોશિયલ ગ્રુપના મહામંત્રી હરેશ તન્ના, ઉપપ્રમુખ રશ્મિકાન્ત ઠક્કર, ધ્વનિબેન ગણાત્રા, વિમીબેન ઠક્કર સહિત ઉપસ્થિત રહ્યા હતા. ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ ચેતન કતીરાએ સૌને આવકાર આપ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત તમામ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.  ભુજ લોહાણા મહાજનના પ્રમુખ મુકેશભાઈએ આઠ વર્ષથી યોજાતા આ કેમ્પ માટે આયોજકોને અભિનંદન આપી બિરદાવ્યા હતા.  રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશ પલણે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્ત જ એકમાત્ર ઈલાજ હોય છે, ત્યારે આવા બાળકોને લોહીની ક્યારેય ખોટ ન વર્તાય તે માટે રક્તદાન કરવા જણાવ્યું હતું.  કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ કેમ્પમાં વિશેષ ઉપસ્થિત રહી કાર્યને બિરદાવ્યો હતો. 111મી વખત રક્તદાન કરનાર પારસ ઠક્કરનું શ્રી ચાવડાના હાથે સન્માન કરાયું હતું. ભુજ શહેર પ્રમુખ મીત ઠક્કર, કારોબારી ચેરમેન કમલ ગઢવી, જયંત ઠક્કર, મયૂરાસિંહ જાડેજા જોડાયા હતા. ડો. અભિનવ કોટક, ડો. પ્રફુલ્લાબેન કોટક, ડો. નંદિનીબેન જોબનપુત્રા, ડો. લવ કતીરા, ડો. ઋગ્વેદ ઠક્કર સહિતના ડોક્ટરોએ લોકોને રક્તદાન કરવા  આહ્વાન કર્યું હતું.  રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જયેશભાઈ મણિલાલ પોપટ પરિવાર, હરેશભાઇ તન્ના, દર્શનભાઈ અનમ, મગનભાઈ નેણશી કોટક પરિવાર, સંજયભાઈ હરજીવન મીરાણી પરિવાર, તુષાર હરેશભાઇ ઠક્કર, કિશોરભાઈ ઠક્કર (મીત મેડિકલ), ભરતભાઈ રાજદેનો સહયોગ મળ્યો હતો.  રક્તદાતાઓને બિરદાવવા  કચ્છ લોહાણા મહાજનના મહામંત્રી નીતિન ઠક્કર, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, લોહાણા મહાપરિષદના ઉપપ્રમુખ જયેશ સચદે, હરીશ ચંદન, દર્શન ઠક્કર, યુવા મંડળના પ્રમુખ નીલ સચદે, રઘુવીર સેનાના પ્રમુખ મયંક રૂપારેલ, બિલેશ્વર ટ્રસ્ટના વિરાગભાઈ ઠક્કર, હિરેનભાઈ ઠક્કર, અલ્પેશ ચંદે સાથે તેજલબેન તન્ના, ધીરેન ઠક્કર, હર્ષદ ભીંડે, જયેશ ઠક્કર, ભાવેશ આઇયા, હરેશ ઠક્કર, રમેશ મજેઠિયા સાથે જયસુખ માણેક, હરેશ તન્ના સાથે જયેશ ઠક્કર, રામજીભાઈ મજેઠિયા, અરાવિંદ ઠક્કર, નવીન રૂપારેલ, કિરણ રૂપારેલ, રાજેશ ચોથાણી, કૈલાસ ગણાત્રા, રાજેશ ઠક્કર, વિરલ ઠક્કર, ધર્મેન્દ્ર ઠક્કર, પીયૂષ ચોથાણી, રોહિત ઠક્કર, વર્ષાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.રઘુવંશી સોશિયલ ગ્રુપના મહિલા પાંખના પ્રમુખ કલ્પનાબેન ઠક્કર સાથે હોદ્દેદાર સભ્યો હાજર રહ્યા હતા. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ બ્લડબેન્કના પેથોલોજી વિભાગના વડા ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાય અને ટીમ તેમજ જીવનજ્યોત બ્લડબેન્ક સહયોગી રહી હતી. ભૌમિક વછરાજાની  ઉપસ્થિત રહ્યા હતા. અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખે કેમ્પ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આયોજનને સફળ બનાવવા  રઘુવંશી સોશિયલ ગ્રુપ ભુજના પ્રમુખ ચેતનભાઈ કતીરા, મહામંત્રી જયભાઈ બુદ્ધદેવ, રાજેશભાઈ માણેક, બ્રિજેશભાઈ ઠક્કર સાથે ટીમના હોદ્દેદારો-સભ્યોએ જહેમત ઉઠાવી હતી. બ્લડ ડોનેશન કેમ્પના પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે સચિન કોટક, વિપુલ ગણાત્રા, ધવલ દૈયા તેમજ કૃપેશ ઠક્કર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd