કોડાય (તા. માંડવી), તા. 27 : મોટા લાયજા
ખાતે મંગલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કચ્છ ચારણ સમાજનો મેળાવડો તથા અખિલ કચ્છ ચારણ
સભાની બેઠક યોજાઈ હતી, જેમાં કન્યા
કેળવણી, શિક્ષણ, આરોગ્ય અને સમાજના સર્વાંગી
વિકાસ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં અખિલ કચ્છ ચારણ સભાના માજી પ્રમુખ સ્વ. શામળાભાઈ જખુભાઈ ગઢવીનાં સેવાકાર્યોને
યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કન્યા કેળવણીના હેતુસર મોટા લાયજાના
જૂની પેઢીના સૂરસાધક, નિવૃત્ત સંગીત શિક્ષક માતાજી કમશ્રીમા કનૈયાભાઈ વારિયા ગઢવી દ્વારા કચ્છ ચારણ સમાજને રૂા. 11 લાખનું દાન અર્પણ કરી સમાજલક્ષી
યોગદાન બદલ અખિલ કચ્છ ચારણ સભા દ્વારા દાતા
પરિવારનું અભિવાદન કરવામાં આવ્યું હતું. મોટા લાયજા,
મોટી સિંધોડી, મુંદરા ચારણ સમાજ તથા ભુજ ગઢવી મહિલા
મંડળ દ્વારા પણ દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ કચ્છ ચારણ સભાના મંત્રી ભીમશીભાઈ બારોટની સમાજસેવાઓને
બિરદાવી સન્માન કરાયું હતું. આ પ્રસંગે માણેકભાઈ ગેલવા (મહામંત્રી કચ્છ ચારણ સમાજ),
દેવરાજભાઈ ગઢવી, વિરમભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ ગઢવી (ભુજપર), વાલજીભાઈ ટાપરિયા,
વાલજીભાઈ લાખાણી, કાનજીભાઈ ગઢવી, મૂળજીભાઈ મંધરિયા, રાજદેભાઈ ગઢવી, દેવરાજભાઈ ગાગિયા, જીવણભાઈ કાનાણી સહિતના અગ્રણીઓ મંચસ્થ
રહ્યા હતા. દેવલ માએ શિક્ષણને પ્રાધાન્ય આપવા તથા સમાજના ઉત્થાન માટે સહિયારા પ્રયાસો
કરવા અનુરોધ કર્યો હતો. સિનિયર એડવોકેટ દેવરાજભાઈ
ગઢવીએ સમાજને સદ્માર્ગે ચાલવા અને સમાજહિતનાં કાર્યોમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, માતાજી કમશ્રી માની ભાવનાને વંદન કરી
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. મોમાયાભા ગઢવી,
આનંદભાઈ ગઢવી, મેઘરાજભાઈ ગઢવી, રાણશીભાઈ ગઢવી (કુમાર બોર્ડિંગ સંચાલક), મોરારદાન ગઢવી,
ડોસાભાઈ બાતિયા, વિરમભાઈ ગઢવીએ વિચારો રજૂ કર્યા
હતા. બેઠક દરમિયાન સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે અન્ય દાતાઓ દ્વારા પણ દાનની જાહેરાત
કરવામાં આવી હતી, જેમાં અખિલ કચ્છ ચારણ સભાના પૂર્વ પ્રમુખ સ્વ.
શામળાભાઈ જખુભાઇ ગઢવી પરિવારે રૂા. 1,51,000, કેવલ કિશોરભાઈ ગઢવી તથા કરસન કેશવ ગઢવી, પાલુ દેવરાજ ગઢવી, માણસશીભાઇ
ખેરાજ ગઢવી, દરેકે 51 હજાર, કનૈયા દેવાયત ગઢવી, હરિ
વાલજી ગઢવી, લધાભાઇ ભીમશી ગઢવી, દેવાંધ
ગોપાલ ગઢવીએ 25-25 હજાર, પ્રકાશ દેવાંધભાઇ ભાન, વાલજીભાઇ કારિયા, અરજણ રામ ગઢવી દરેકે 11,000 રૂા. તેમજ અન્ય દાતાઓએ સહયોગ
આપ્યો હતો. મહાપ્રસાદના દાતા કિશોરભાઈ ગઢવી
રહ્યા હતા. આ પ્રસંગે ભચુભાઈ ગઢવી, પુનશીભાઈ ગઢવી, વિરમભાઈ ગઢવી, ધનરાજ
ગઢવી, પબુભાઈ માલમ, દેવલબેન ગઢવી,
વિદ્યાબેન ગઢવી, દમયંતીબેન ગઢવી, ભારુભાઈ ગઢવી, પુનશીભાઈ ગઢવી, કરસનભાઈ
ભુવા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ
અને આભારવિધિ તા.પં.ના સદસ્ય પ્રકાશભાઈ ગઢવીએ
કરી હતી. વ્યવસ્થા સંયોજક કનૈયાભાઈ ગઢવી અને યુવાનો તથા અગ્રણીઓએ સંભાળી હતી.