• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

માંડવીમાં ચારેક વર્ષથી 80 જેટલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં

મોટાભાડિયા (તા. માંડવી), તા. 27 :  બંદરીય શહેર માંડવીની સલામતી માટે એક મોટો પડકાર ઊભો થયો છે કારણ કે છેલ્લા ચારેક વર્ષથી અંદાજિત 80 જેટલા સીસીટીવી કેમેરાઓ સાવ બંધ હાલતમાં નજરે પડે છે ત્રીજું નેત્ર ગણાતા અને સલામતી માટે મહત્ત્વના અંગસમા સાબિત થતા આ કેમેરાઓ હાલ બંધ હાલતમાં શા માટે છે તે અંગે નગરપાલિકાના હેડ ક્લાર્ક મનજીભાઈ પરમારને પૂછતા તેમણે જણાવ્યું કે, 2022માં આવેલા બિપોરજોય વાવાઝોડાએ કેમેરાની આખી ચેનલને નુકસાન પહોંચાડ્યું હતું  ત્યારથી આ કેમેરાઓ બંધ છે. વ્યવસાયિક હૃદયમાં સમા ભીડ ગેટ,  કે. ટી.શાહ રોડ  સહિતના સ્થળે આવેલા કેટલાક વેપારીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે પ્રજાની સલામતી અને સુખાકારી માટે લાગેલા આ કેમેરાઓ હાલ બંધ હાલતમાં હોવાથી શોભાના ગાંઠિયા સમાન છે તેમાં પણ ભીડના નાકે લાગેલા કેમેરાઓના વાયર સાવ વિખેરાઈ ગયા છે અને તેના લોખંડના ડબલાઓ પણ અલગ થઈ લટકાયેલી હાલતમાં નજરે પડે છે જો લોખંડના ડબલાઓ કોઈ કારણસર તૂટશે તો રસ્તે જતા  પથિકો માટે જોખમનું સર્જન કરશે તેવો ભય સતાવી રહ્યો છે આ ઉપરાંત નજીકના દિવસોમાં જ હવે શિયાળાની સિઝન આવી રહી છે ત્યારે હંમેશાની જેમ ચોરો પણ આ સિઝનમાં જ વધુ સક્રિય થાય છે. ભવિષ્યમાં ચાલુ થાય તેવી માંગ  જાગૃત નાગરિકોએ કરી હતી  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd