• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતો નિવારવા સલામતી કાર્યક્રમ યોજાયા

ગાંધીધામ, તા. 24 : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, વાહન અકસ્માતો નિવારવા માર્ગ સલામતી માટે જનજાગૃતિ લાવવા જુદા-જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજાર પોલીસ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતી અર્થે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.  અગ્રણીઓ દ્વારા વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ચોકલેટ અને ફૂલ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા માર્ગ સલામતી અંગે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી હતી. હેલ્મેટનો નિયમિત ઉપયોગ, ટ્રાફિક નિયમોનું પાલન અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અંગે લોકોને સમજ આપવામાં આવી હતી. આ વેળાએ અંજાર પી.આઈ. હકૂમતસિંહ જાડેજા તથા સ્ટાફ હાજર રહ્યો હતો. ગાંધીધામ ખાતે ડીવાયએસપી ડી.આર. ભાટિયા દ્વારા બાઈક રેલીને ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. રેલીમાં ટ્રાફિક નિયમનના જુદા-જુદા સૂચનો આપવામાં આવ્યાં હતાં.  ઉપરાંત ભચાઉ, આડેસરમાં શાળાઓમાં સાયબર ક્રાઈમ અંગે સમજ અપાઈ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd