• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

જીવન બચાવવા વાહન ચલાવતી વેળાએ તકેદારી જરૂરી

ભુજ, તા. 24 : છેલ્લા બે-અઢી દાયકામાં કચ્છમાં વિકાસના દોર વચ્ચે નાનાં-મોટાં વાહનોની સંખ્યા અને તેને સમાંતર અકસ્માતોમાં પણ ઉછાળો આવ્યો છે. ત્યારે માર્ગ સુરક્ષા અને સલામતી અંગે જાગરૂકતા ફેલાવવાના આશય સાથે આજે ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસ અને આરટીઓ કચેરી દ્વારા રેલીનું આયોજન થયું હતું. આ બાઈક રેલીમાં પોલીસ કર્મચારીઓ તથા શહેરીજનો જોડાયા હતા. આજે સવારે શહેરના જ્યુબિલી સર્કલ પાસેથી આ હેલ્મેટધારી બાઈક રેલીને સ્ટાર્ટ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડા, નાયબ પોલીસ અધીક્ષક એમ. જે.  ક્રિશ્ચિન, ભુજના નગરપતિ શીતલ શાહ, આરટીઓ અધિકારી ચિરાગ મહેરા, વિજય ચૌહાણ અને એચ. જે. ગોસ્વામી તથા અગ્રણીઓએ આપ્યો હતો. જીવન બચાવવું, હેલ્મેટનો ઉપયોગ, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા, ઓવરલોડિંગ જેવા માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગેના હોર્ડિંગ સાથે નીકળેલી રેલી ભુજના મુખ્ય માર્ગો પર ફરી હતી અને માર્ગ સલામતી અંગે સમજ આપી હતી. સાંસદ વિનોદભાઈ અને પોલીસ અધીક્ષક વિકાસભાઈએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યાં હતાં. મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીને સફળ બનાવવા પોલીસ અને આરટીઓ ખાતાના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd