ભચાઉ, તા. 9 : જાણીતા ભજન-સંતવાણીના આરાધક લક્ષ્મણદાસબાપુની ત્રીજી પુણ્યતિથિની અંજાર
ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ દાતાઓ, સંતવાણીપ્રેમીઓ દ્વારા માતબર રકમનું દાન આપીને બાપુને સન્માન અપાયું
હતું. સનાતન સંસ્કૃતિની ધરોહર નારાયણબાપુ અને કાનદાસબાપુ જેવી અનેક વિભૂતિઓની
કેડે ચાલી કલા, કંઠ, સ્વર અને આગવી સૂઝબૂઝથી
કલા, સંસ્કૃતિના ક્ષેત્રને ગાયક લક્ષ્મણબાપુ બારોટે ગૌરવ અપાવ્યું હતું. અંજાર ખાતે
એમના ચાહકો અને વાહકો દ્વારા ભજન અને ભીંજનનું આયોજન કરી ભાવાંજલિ આપી હતી. ભજન સંતવાણી
અને કલા ક્ષેત્રે અલગ જ રીતે ઐતિહાસિક નોંધ લેવાઈ
હતી.જાણીતા કલાના ઉપાસકોએ રજૂઆત કરી લક્ષ્મણબાપુ બારોટનાં સંસ્મરણાને વાગોળ્યા
તથા એમના પ્રદાનને બિરદાવ્યું હતું. ભજન-સંતવાણી
પરંપરાનું ખાસ જતન અને સંવર્ધન થાય એના પર ભાર મૂક્વામાં આવ્યો હતો. આ અપીલને શ્રોતાઓએ
વધાવી લીધી હતી. કાર્યક્રમમાં કામઈમા રાજલધામ, એકલધામના મહંત
દેવનાથબાપુ , શુરેશદાસબાપુ વિરાણી, ધનેશ્વર
મારાજ રાયમલધામ, અનિલબાપુ, દાસી જીવણ સાહેબની
જગ્યા-મનુ મારાજ બાપજી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર
, જિલ્લા પંચાયતના સત્તાપક્ષના નેતા ધનજીભાઈ ચાવડા, ગોપાલભાઈ માતા , સતિષભાઈ છાંગા, ઉદ્યોગપતિ ત્રિકમ વી. આહીર, દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અમૃતગિરિ ગોસ્વામી, તેજાભાઈ
ભરવાડ, બુધાભાઈ ભરવાડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાધુ-સંતો, માતાજી,
મહેમાનો અને કલાકારોનું મુખ્ય આયોજકો પાલુભાઈ ભજનાનંદી, દીપકભાઈ
બારોટ, માવજીભાઈ આહીર, મહાદેવભાઈ આહીર,
અરુણભાઈ બારોટ ,ભીમજીભાઈ આહીર, વાઘજીભાઈ માતાએ સન્માન કર્યું હતું. આયોજક ટીમ વતી પાલુભાઈ ગઢવી ભજનાનંદીએ
સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમ્યાન આવેલી 25 લાખ જેટલી રકમ ભવનાથ
જુનાગઢ ખાતે શિવરાત્રિના મેળામાં લક્ષમણદાસબાપુના ઉતારે હરીહરમાં વાપરવામાં આવશે તેવી જાહેરાત પણ તેમણે
કરી હતી.