• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

પાકને બચાવવા ધોરિયા બનાવવાનું શરૂ

ભુજ, તા.8 : શ્રાવણમાં પણ કચ્છમાં વરસાદનો છાંટો ન પડતાં એરંડા સહિતની ખેતીમાં જોડાયેલા ખેડૂતો વાવેલાં પાકને બચાવવા રાત-દિવસ મહેનત કરી રહ્યાં હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. વરસાદ નહીં પડતાં ખેડૂતો પોતાના ખેતરમાં જ્યાં ત્રણેક ફૂટ જેટલો પાક એરંડાનો બહાર આવ્યા પછી તેને બોરના પાણી પીવડાવવા માટે કિયારા અને ધોરિયા બનાવવા ખેડૂતો કામગીરી કરતા હોય છે પરંતુ ચાલુ વર્ષે એરંડાના છોડ બહાર આવતાની સાથે આ કામગીરી કરવાની નોબત આવી છે એવું જણાવાયું હતું. વરસાદના અભાવે જમીન નબળી પડી છોડમાં જીવાત આવતાં બે વખત દવા છાંટવાનો વારો આવ્યો હોવાનું પાલારાના ખેડૂત કરશન સામજી ગાગલે કહ્યું હતું.રાત દી' મહેનત કર્યા પછી પણ આ વખતે પાકનો ઉતારો ઓછો થવાની પૂરેપુરી શક્યતા અત્યારથી જોવાઈ રહી છે. દવાથી છોડને પણ સાઈડ ઈફેક્ટ થાય છે પણ પાકને બચાવવા તેનો ઉપયોગ કરવા સિવાય આરો નથી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd