• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

ઉદ્યોગને સેવા બનાવો, સેવાને ઉદ્યોગ નહીં; હસુભાઈને અંજલિ

નૈરોબી, તા. 31 : મૂળ કચ્છ ફોટડીના મોમ્બાસામાં બે વર્ષ પહેલાં માત્ર 57 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કરી ગયેલા હસમુખભાઈ કાનજી ભુડિયાના જીવનમાંથી એટલું જરૂર શીખવાની જરૂર છે કે, સેવાને કમાણીનું સાધન ક્યારેય ન બનાવાય તે પાપ છે.  મોમ્બાસા અને યુગાન્ડામાં ન્યુમ્બા શીટ્સ અને સિમેન્ટ ગ્રુપના સર્વે કર્મીઓ, હસુભાઈના ભત્રીજા સૂરજભાઈ અરાવિંદ, પુત્રો કીર્તન, ધ્રુવ, દર્શક સહિત જીતુભાઈ શાહ તેમજ ત્રણ પેઢીથી આ પરિવારના ઉદ્યોગ-ધંધા સંભાળી રહેલા સિનિયર અધિકારીઓએ વિરલ આત્માને અંજલિ આપી છે. હસુભાઈએ હંમેશાં સૌને ઉપયોગી થઈ સેવાની જે સરવાણી વહાવી તેનો ખાલીપો ભુડિયા પરિવાર ક્યારેય આવવા નહીં દે. આજે ભુડિયા એમ્પાયરના ચાર યુવા આધાર છે અને યોગ્ય દિશામાં પ્રગતિ થઈ રહી છે. કચ્છ ચોવીસી સમાજના આગેવાનોએ અંજલિ અર્પણ કરતાં કહ્યું, હસુભાઈએ હંમેશાં ઉદ્યોગને સેવા બનાવી, આપણે એના પંથે ચાલવાનું છે. આજે આપણે પોતાની લીટી લાંબી બનાવવાની લાહ્યમાં ક્યાંક સેવાને ઉદ્યોગ બનાવી દઈએ છીએ, ઘણાને શોખ હોય કે આવક થવી જોઈએ. આવકને સફળતાનો માપ માનતા આગેવાનોને હસુભાઈના જીવનમાંથી શીખવાની છે. હસુભાઈએ અઢળક દાન આપ્યું કે એના પુત્રો  પિતાનું વચન પાળશે અને આપશે એટલે નહીં હસુભાઈનું હૈયું સેવા પ્રથમ હતું એ રીતિ અપનાવીએ એ સાચી અંજલિ કહેવાય, એ પંથે ચાલવાથી ચોવીસીમાંથી ભવિષ્યમાં અનેક દાતારો અડીખમ ઊભા રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે સહજાનંદ સ્પેશિયલ સ્કૂલ ભાનુબેન અરાવિંદ ભુડિયા સંભાળી રહ્યા છે અને દિવ્યાંગ બાળકોની ઉત્તમ માવજત લઈ રહ્યા છે. અમદાવાદ સમાજની હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ પણ પોતાના પાલક પિતાને અંજલિ આપી હતી. અમદાવાદ સમાજના પ્રમુખ કરસનભાઈ રાઘવાણી, મેઘજીભાઈ ખેતાણી, ઈશ્વર પુંજાણી, ઓફિસ સ્ટાફના રવિભાઈ, ગૃહમાતા અને વ્યવસ્થાપકોએ હસુભાઈને ભીષ્મપિતા ગણાવ્યા હતા. યુગાન્ડાના પાટનગર કંપાલા ચેરમેન જીતેશભાઈ વાઘજિયાણી, અગ્રણી પરબત સિયાણી, રાજેશ હીરાણી , સુરેશ પટેલ સહિતના આગેવાનોએ યુગાન્ડાના કાર્યો હસુભાઈ સિવાય શક્ય નહોતા. આજે યુગાન્ડાના લોકોના દિલનો રાજા કોઈ હોય તો એ હસુભાઈ છે એના સિવાય કોઈ નથી. ભુજ સમાજના પૂર્વ અધ્યક્ષ આર.આર. પટેલ, આર.એસ. હીરાણી, આર.ડી. વરસાણી, વિશ્રામભાઈ વરસાણી, ગિરધરભાઈ પિંડોરિયા, મુરજીભાઈ પિંડોરિયા, અરજણભાઈ પિંડોરિયા સહિત નૈરોબીથી કે.કે. પટેલ, સમાજ પ્રમુખ પ્રવીણભાઈ પિંડોરિયા, મોમ્બાસા મંદિર ચેરમેન નારણભાઈ મેપાણી, તાબા ચેરમેન હીરજીભાઈ સિયાણી, ભુજ મંદિર મહંત પુરાણી ધર્મનંદન સ્વામી, ઉપમહંત ભગવદજીવન સ્વામી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાશ સ્વામી, વહીવટી કોઠારી રામજીભાઈ વેકરિયા, યુકેથી સત્સંગી આગેવાન કે.કે. જેસાણી, કચ્છી દાનવીર સામજીભાઇ શિવજી દબાસિયા, યુકે કોમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઈ વેકરિયા સહિત કચ્છમા કેરા-કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના 1440 છાત્ર-છાત્રાએ વૃક્ષારોપણ કરી દાનવીરના જીવનમાંથી પ્રેરણા લેવા પ્રાર્થના કરી હતી. દેશ-વિદેશના મંદિરોમાં પણ વિશેષ ધૂન કરાઈ હતી. લેવા પટેલ ચોવીસીના કણબી-પટેલોએ હસુભાઈએ કરેલા કાર્યોને બિરદાવ્યા હતા.  છારોડી ગુરુકુળના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામી, પૂર્વ આફ્રિકા મંદિર પ્રમુખ કાંતિભાઇ કેરાઇ, કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઇ પીંડોરિયા, ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા સહિત ભુજ ખાતેના હસુભાઇ પરિવાર સ્થાપિત કન્યા કેળવણીના સંકુલની ચોવીસીની દીકરીઓએ પાલક પિતાને અંજલિ આપી પ્રાર્થના કરી હતી. સૂરજપરના શાળાના વિદ્યાર્થીઓએ પણ અંજલિ અર્પી હતી. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના અધ્યક્ષ જિતેન્દ્રીયપ્રિય સ્વામી, ભગવતજીવન સ્વામી આદિ નૈરોબી બાપાશ્રી મંદિરના પ્રમુખ કાંતિભાઇ સંઘાણી, ચોવીસીના સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના સભ્યોએ કચ્છી ભામાશાનાં કાર્યોને વધાવ્યાં હતાં.

મેડિકલ મોલ, હસુભાઈને સમર્પિત

સુખપર રોહાના કરશન પ્રેમજી ભુડિયા, જાદવા પરબત, હરજી કરશન દબાસિયા, કેશવલાલ પ્રેમજી ભુડિયા અને કાનજીભાઈ બંધુઓ, હરિભાઈ કેસરા હાલાઈ જેવા મહાન સમાજપ્રેમીઓએ નિ:સ્વાર્થ ભાવે સેવાનો રાહ ચીંધ્યો. વી.કે. પટેલ, આર.આર. પટેલ અને આર.એસ. હીરાણીએ આ દીવાને શગે ચડાવ્યો. કચ્છમાં આરોગ્ય શિક્ષણની ઊંચાઈ વધી. આર.આર. પટેલે દાયકાઓ પહેલાં કેશવલાલભાઈને કહેલું કે, લેવા પટેલ સમાજની દીકરીઓને મફત શિક્ષણ કરવું જોઈએ. કેશુભાઈ આ વાત હસુભાઈને કહી ગયા હતા જે સ્વપ્ન ત્રણ વર્ષ પહેલાં સાકાર થયું હતું. હસુભાઈના દાદી મેઘબાઈ પ્રેમજી ભુડિયા નામથી ભુજમાં હોસ્પિટલ છે. ભુડિયા પરિવારે હંમેશાં પાત્ર જોયા વગર વિશ્વાસે દાનની ગંગા વહાવી છે, પણ ક્યારેક સેવાને ઉદ્યોગ તરીકે જોનારને હસુભાઈના જીવનમાંથી સંદેશો ગ્રહણ કરવો રહ્યો. ભુજમાં સ્થપાનાર મેડિકલ મોલને સાચી શ્રદ્ધાંજલિ હોવાનું લોકો કહી રહ્યા છે.

Panchang

dd