નખત્રાણા, તા.
31 : તાલુકામાં જુલાઈ માસમાં થયેલા વિલંબિત ત્રણથી ચાર ઈંચ વરસાદ પડતાં ખેડૂતોએ તેમના
ગામમાં એરંડા, મગફળી, ગુવાર, મગ, કઠોળનું વાવેતર કરી રહ્યા હતા પણ વરસાદ ખેંચાઈ જતાં
હવે ઊભો પાક સુકાઈ રહ્યો જોઈને કિસાનોને લાખોનો ખર્ચ એળે જવાની ભીતિ સતાવી રહી છે.
રામમોલ સુકાવા લાગતાં ખેડૂતો વરસાદ આવવાની રાહ જોઈ રહ્યા છે તેમ સીમાડામાં ઉગેલું ઘાસ
પણ પશુઓ ચાવી જતાં અને વધેલું સુકાવા લાગતાં માલધારીઓ પણ આકાશ તરફ મીટ માંડી બેઠા છે.
વરસાદ ખેંચાતો જાય છે તેમ તેમ પશુઓના નિભાવની ચિંતાથી ઉંઘ હરામ થઈ રહી છે. ધરતીપુત્રોના
જણાવ્યા મુજબ નખત્રાણા તાલુકા પંથકના કપિત ખેતરોમાં 70થી 7પ ટકા ચોમાસા આધારિત ખેત
પેદાશોના વાવેતર માટે મોંઘા બિયારણ, વાવણી માટે મજૂરી કામ માટે
લાખોનો ખર્ચ કરી ચુકયા છે. હાલના છોડની સ્થિતિ જોતાં કિસાનોને ખર્ચ મુજબની ઉપજની આશા
સામે શંકા ઊભી થઈ રહી છે.