• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

પ્રલયમાં 900થી વધુનો વિલય

નવી દિલ્હી, તા. 31 : નેપાળ અને તિબેટમાં ત્રાટકેલાં ભીષણ પૂરમાં અત્યાર સુધીમાં કમસેકમ 900 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે અને હજી પણ લાપતા અને હતભાગીઓનો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુમ થયેલા લોકોનો આંકડો પણ વધીને 4700 થઈ ગયો છે. જેમજેમ બચાવ અને રાહતકાર્ય આગળ વધી રહ્યું છે તેમતેમ કાટમાળ અને મલબામાં દટાયેલા મૃતદેહો બહાર નીકળી રહ્યા છે. બીજીબાજુ ચીને 2020માં કોરોના મહામારીનાં શરૂઆતના દિવસો જેવું વલણ અખત્યાર કરી લીધું છે અને સત્ય ઉજાગર કરતાં લોકોને અફવા ફેલાવવાનો આરોપ લગાવીને ચૂપ કરી દેવાની પેરવી શરૂ કરી દીધી છે. તિબેટ અને ગિરોંગ પોર્ટની ભયાનક તસવીરોને સોશિયલ મીડિયામાંથી હટાવવા માંડી છે અને સત્તાવાર રીતે ચીન વાસ્તવિક ચિત્ર દબાવવા માંડયું છે. નેપાળમાં પહાડી અને નદી ક્ષેત્રમાં ફસાયેલા લોકોની શોધખોળ અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. અનેક વિદેશી ટીમો પણ જળવિદ્યુત મથકોની સુરંગોમાં ફસાયેલા શ્રમિકોને બચાવવાનાં જટિલ અભિયાનમાં લાગેલી છે. નેપાળની આપદા પ્રબંધન એજન્સી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 903 સુધી મૃત્યુઆંક પહોંચી ગયો છે અને લાપતા બનેલા 4247 લોકોમાં 592 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

Panchang

dd