• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

કેલિફોર્નિયાની સંસ્થામાં સેવાકાર્ય માટે કચ્છીને બેસ્ટ એમ્પ્લોઈ એવોર્ડ અર્પણ

માનકૂવા (તા. ભુજ), તા. 31 : અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત સ્થાનિક સશક્ત વ્યક્તિને જરૂરિયાત મુજબ વૈદકીય સારવાર ઉપરાંત કુટુંબના સભ્ય જેવી ભાવનાથી દેખભાળ કરતા બેલ માઉન્ટ કેર ડિપાર્ટના મેન્યુઅલ પ્રોગ્રામમાં ટૂંકાગાળામાં સારી સેવા કરવા બદલ મિરજાપરના ધર્મેન્દ્ર પરમારને બેસ્ટ એમ્પ્લોઈ એવોર્ડ અપાયો હતો. કેર ડિપાર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ટ્રેલર માન્ઝોના હસ્તે સ્મૃતિચિહ્ન-ટ્રાફી અપાયા હતા. ડાયરેક્ટર નાદિયા જોમેસે વક્તવ્યમાં જણાવ્યું કે, ખૂબ જ ઓછા સમયમાં સુંદર કાર્ય કરી એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય છે. ડાયરેક્ટર એના ટ્રેયીનોએ એકમમાં એડવાન્સ કોર્સ માટે પસંદગી કરાઈ હોવાનું જણાવ્યું હતું. વિશેષ નોંધનીય છે કે, ધર્મેન્દ્રભાઈને ઈઝરાયલ સરકાર દ્વારા કારગિયર સેક્શનમાં પ્રશંસનીય કામગીરીને લક્ષ્યમાં રાખીને વિશિષ્ટ પારિતોષિક જાહેર કરી રાષ્ટ્રીય સન્માન કરાયું હતું, તો 1995માં ઓમાન ખાતે ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફી તત્કાલીન વિદેશમંત્રી બિનતૈમુરના હસ્તે એનાયત થઈ હતી. તેમની બે પુત્રી હર્ષિદા અને પરમેશ્વરી પરમાર ભુજના મા આશાપુરા વિદ્યાસંકુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, તેવું પ્રમોદસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

Panchang

dd