• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

મહાન મેસ્સીનો સંન્યાસ

નવી દિલ્હી, તા. 31 : વિશ્વના સૌથી મહાન ફૂટબોલ ખેલાડી પૈકીના એક આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનલ મેસ્સીએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી સંન્યાસ જાહેર કર્યો છે. મેસ્સીની કપ્તાનીમાં જુલાઇમાં ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં આર્જેન્ટિનાની સ્પેનના હાથે 0-1 ગોલથી હાર થઇ હતી. આ હાર સાથે જ 39 વર્ષીય મેસ્સીની ઇન્ટરનેશનલ કેરિયર સમાપ્ત થયું છે. મેસ્સીની આંતરાષ્ટ્રીય નિવૃત્તિથી ફૂટબોલ વિશ્વના એક યુગનો અંત આવ્યો છે. મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકીને નિવૃત્ત થવાની ઘોષણા કરી હતી. મેસ્સી ક્લબ લેવલે ફૂટબોલ રમવાનું ચાલુ રાખશે. આ તકે મેસ્સીએ પોતાને સાથ આપનારા પરિવાર, દરેક કોચ, સાથી ખેલાડીઓ અને અધિકારીઓનો આભાર માન્યો હતો, તો યુવા ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ આપવાના હક્કદાર છે તેમ પણ જણાવ્યું હતું. મેસ્સીની કપ્તાનીમાં આર્જેન્ટિના વર્ષ 2022ના વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું, પણ તે પોતાના દેશને સતત બીજો ખિતાબ અપાવી શક્યો ન હતો. મેસ્સીએ તેની બે દશકથી વધુની ઇન્ટરનેશનલ કેરિયર દરમિયાન આર્જેન્ટિના તરફથી 207 મેચમાં 12પ ગોલ કર્યા હતા. ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે મેસ્સી બીજા નંબર પર છે. મેસ્સીની કપ્તાનીમાં આર્જેન્ટિનાએ એક વિશ્વ ખિતાબ અને બે વખત કોપા અમેરિકા કપનો ખિતાબ જીત્યા હતા. મેસીએ લખ્યું હતું કે, `આ નિર્ણય તકલીફ આપનારું અને દિલને દુ:ખ પહોંચાડનારું છે. જો કે, હું સમજું છું કે હવે સમય આવી ગયો છે. મેં હંમેશાં મારું બધું આપ્યું છે. ફક્ત પાછલા કેટલાક વર્ષોમાં જ નહીં જ્યારે અમે બધી જીત મેળવી, તેનાથી પહેલાં પણ યોગદાન આપ્યું છે.' મેં આ જર્સી માટે હંમેશાં સંઘર્ષ કર્યો છે. મેદાન ઉપર બધું જ છોડયું, એટલે માટે કે તમને ખુશી આપી શકું.

Panchang

dd