• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

હોકી વર્લ્ડકપમાં જર્મની ચોથીવાર ચેમ્પિયન

એમ્સ્ટલવિન, તા. 31 : પુરુષ હોકી વર્લ્ડ કપમાં જર્મનીની ટીમ ચોથીવાર ચેમ્પિયન બની છે. ફાઇનલમાં જર્મનીનો રસાકસી બાદ સ્પેન વિરુદ્ધ 1-0 ગોલથી રોમાંચક વિજય થયો હતો. આ સાથે જર્મની પુરુષ હોકી વર્લ્ડમાં પાકિસ્તાન બાદ સૌથી વધુ ખિતાબ હાંસલ કરનારી ટીમ બની છે. તેણે પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી છે. પાકિસ્તાન ટીમનાં નામે પણ ચાર ખિતાબ છે. ફાઇનલમાં પહેલા બે ક્વાર્ટરમાં જર્મની અને સ્પેન તરફથી ગોલ થયા ન હતા. ત્રીજા ક્વાર્ટરમાં જર્મની તરફથી માઇકલ સ્ટ્રુથઓફે ફિલ્ડ ગોલ કરી 1-0ની સરસાઇ અપાવી હતી. જે અંત સુધી જળવાઈ રહી હતી. આથી જર્મની ટીમ ખિતાબ જાળવી રાખવામાં સફળ રહ્યંy હતું અને સતત બીજીવાર હોકી વર્લ્ડ કપ વિજેતા બન્યું હતું જ્યારે સ્પેનનું પહેલીવાર વિજેતા બનવાનું સપનું તૂટયું હતું. તે ત્રણ વખત ફાઇનલમાં પહોંચી છે અને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો છે.

Panchang

dd