• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

રાહુલ પર ફરિયાદ સામે કોંગ્રેસમાં રોષ

નવી દિલ્હી, તા. 31 : `શુદ્ધીકરણ હવન'ને કથિત રીતે જાતિવાદી રંગ આપવા બદલ વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાઈ છે. તેના એક દિવસ બાદ પાર્ટીએ જાહેરાત કરી હતી કે, તેના કાર્યકરો સાંજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. એક હેવાલ મુજબ, ખડગેની રેલીના સ્થળે કરવામાં આવેલી `શુદ્ધીકરણ'ની વિધિ બદલ ભાજપના કાર્યકરો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની રાહુલ ગાંધીએ માગણી કર્યા બાદ ઉત્તરાખંડ પોલીસે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, `ઊલટા ચોર કોતવાલ કો ડાંટે' જેવો કિસ્સો છે ! તેનાથી પણ વધુ ખરાબ બાબત એ છે કે, જાતિવાદી માનસિકતા ધરાવતા આ નિંદનીય વ્યવહારનો બચાવ કરીને ભાજપે સમગ્ર વિશ્વને એ દર્શાવી દીધું છે કે, આજે તેઓ સામાજિક અન્યાય આચરનારા સૌથી મોટા ગુનેગાર છે.  વેણુગોપાલે આક્ષેપ કર્યો હતો કે, અનુસૂચિતો પર થતા અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓને નિશાન બનાવવા માટે ભાજપ રાજ્યની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરવા તૈયાર છે.

Panchang

dd