દુબઇ, તા. 31 : મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટના ગ્રુપ એના પોતાના
પહેલા મેચમાં ભારતીય ટીમનો થાઇલેન્ડ વિરુદ્ધ 94 રને સરળ વિજય થયો હતો. ભારતીય મહિલા ટીમના 9 વિકેટે 1પ9 રનના જવાબમાં
થાઇલેન્ડની બિન અનુભવી ટીમ 16.1 ઓવરમાં 6પ રને ઓલઆઉટ થઇ હતી. આ મેચ દરમિયાન ભારતીય
સ્પિનર દીપ્તિ શર્માએ ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે મહિલા ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી
વધુ વિકેટ લેનારી બોલર બની ગઇ છે. દીપ્તિ શર્માના નામે હવે 171 વિકેટ છે. તેના પછી થાઇલેન્ડની
બોલર થિપત્ચા પુતાવોંગ (170 વિકેટ) છે.
દીપ્તિએ ગઇકાલના મેચમાં 1.1 ઓવરમાં કોઇ
પણ રન આપ્યા વિના 3 વિકેટ ઝડપી
હતી. જે ભારત તરફથી નવો રેકોર્ડ છે.