• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

જ્યોતિષ એ પ્રાચીન પરંપરા અને મહાવિજ્ઞાન

ભુજ, તા. 31: જ્યોતિષ વિદ્યાના વધુ પ્રચાર-પ્રસાર અને સમાજોપયોગી બનવાના હેતુથી નવી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જ્યોતિષ એ પ્રાચીન પરંપરા અને મહાવિજ્ઞાન છે. આ વિદ્યાના જનજાગૃતિ અભિયાન અંતર્ગત સપ્તઋષિ જ્યોતિષ સંસ્થાનની સ્થાપના કરવામાં આવી છે. કાર્યક્રમના પ્રારંભે સરસ્વતી વંદના સાથે દીપ પ્રજ્જવલિત કરવામાં આવ્યો હતો. સંસ્થાનનો ઉદ્દેશ કચ્છના વરિષ્ઠ જ્યોતિષીઓના નેજા હેઠળ દર માસે વિવિધ સ્થાનો પર મફત નિદાન કેમ્પના માધ્યમથી જ્યોતિષીય માર્ગદર્શનનું આયોજન કરી સમાજમાં મૂંઝવતી સમસ્યાઓનો માર્ગ બતાવવાનો છે. પ્રસંગે ડો. શશિકાંત આચાર્ય, ડો. પ્રીતિબેન રાજગોર, અશોક માંડલિયાએ હેતુ સમજાવ્યો હતો. બંસીલાલ રાજપૂતે મફત જ્યોતિષ વર્ગો ચલાવવાની જાહેરાત કરી હતી. ધીરેન્દ્ર રઘુવંશી, પ્રવીણ પુરોહિત, આનંદ શાહ, પ્રતાપરાય જોષી, હિમાંશુ જોષી, ઝંખના શર્મા, નયનાબેન ગોસર, અશોકભાઇ ગોસર, નારાણજીભાઇ ગઢવી, ભાવેશ જોષી, વીણાબેન માંડલિયા ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd