ભુજ, તા. 29 : રેડ રિબન ક્વિઝ કોમ્પિટિશનનું
દિશા ટીમ-કચ્છના સહયોગથી ઓનલાઇન આયોજન કરાયું હતું,
જેમાં 65 માધ્યમિક
શાળાના ધો. 9થી 11ના બે-બે વિદ્યાર્થીની ટીમને ભાગ લેવાની તક અપાઇ હતી. શાળાકક્ષાએ
જ વિદ્યાર્થીઓમાં એચઆઇવી એઇડ્સ અંગે સાચી વૈજ્ઞાનિક અને ભયમુક્ત માહિતી પહોંચાડવા, એચઆઇવી એઇડ્સ, આરોગ્ય
જાગૃતિ, રોગોથી બચાવ, સ્વચ્છતા સ્વસ્થ જીવનશૈલી
જેવા વિવિધ વિષયો અંગે પ્રશ્નો પુછાયા હતા. પ્રથમ ક્રમે મોડેલ સ્કૂલ બાલાસરાના પાર્વતી
દૈયા અને ગીતા ચવાણ, દ્વિતીય ક્રમે સેન્ટ એન્ડ્રુ સ્કૂલ ભુજના
દેવદીપસિંહ ઝાલા અને શોન ઓમ્મન તથા તૃતીય સ્વામિનારાયણ વિદ્યાલય ભુજના દેવાંશ ઠાકર
અને ગોવિંદ આહીરની ટીમ વિજેતા થતાં ટ્રોફી અને પ્રમાણપત્ર તેમની શાળાએ જઇને એનાયત કરાયા
હતા. આયોજન સી.ડી.એચ.ઓ. ડો. મિતેશ ભંડેરી અને જિલ્લા ટીબી-એચઆઇવી અધિકારી ડો. મનોજ
દવેના દિશાનિર્દેશ હેઠળ કરાયું હતું.