ખાવડા, તા. 29 : લોહાણા મહાજન, મહિલા મંડળ, યુવક મંડળ,
દત્ત મંદિર અને વિકાસ સમિતિ કાળા ડુંગરના સંયુક્ત ઉપક્રમે દરિયાલાલજીનાં
મંદિરનો જીર્ણોદ્વાર કરી પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભાવભેર ઊજવાયો હતો. સમાપન સમારોહમાં
ધારાસભ્ય કેશુભાઈ પટેલે શેડની માંગ સ્વીકારીને ટૂંક સમયમાં ગ્રાન્ટ ફાળવણી કરવાની ખાતરી
આપી હતી. ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ
ચંદેએ ભૂકંપમાં ધ્વસ્ત ખાવડાની ધર્મશાળાના પુન: નિર્માણ માટે આર્થિક યોગદાનની જાહેરાત
કરી હતી. ઊર્જા તન્નાએ ખાવડાના ભૂતકાળની જાહોજલાલીનું વર્ણન કર્યું હતું. નખત્રાણા
રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ હેતલબેન ઠક્કરે દત્ત મંદિર તેમજ ખાવડા સમાજના વિકાસ માટે
તન -મન- ધનથી સહયોગ આપવા તત્પર હોવાનું જણાવ્યું હતું. મહાજન તેમજ દત્ત મંદિર સમિતિના
પૂર્વ પ્રમુખ હીરાલાલ રાજદેએ પરિવર્તનના યુગમાં યુવાનોના હાથમાં સંચાલન કુશળતાપૂર્વક
થઈ રહ્યંy હોવાનું જણાવ્યું
હતું. પ્રમુખ વિપુલભાઈ તન્નાએ મહેમાનોનું સ્વાગત
કર્યું હતું. મહોત્સવમાં પ્રથમ દિવસે દેવોના આહ્વાન સાથે અગ્નિ સ્થાપન, રાત્રે રાસગરબા, દ્વિતીય
દિવસે જલયાત્રા, રાત્રે લોક ડાયરો, તૃતીય
દિવસે પ્રાણપ્રતિષ્ઠા બાદ હવન અને મહાઆરતી
સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વિધિ શાત્રી હરેશભાઈ જોષી મંગવાણાવાળાએ
કરાવી હતી. આ પ્રસંગે દાતાઓ સ્વ. નાથાબહેન શંકરલાલ કેસરિયા પરિવાર, સ્વ. ભીમજી દેવજી રાજદે પરિવાર, સ્વ. ભીમજીભાઈ વાલજીભાઈ
ચંદે પરિવાર તેમજ મોરબીથી કારિયા પરિવારના પ્રતિનિધિઓ સહિત અન્ય સહયોગી દાતાઓને સન્માનિત
કરાયા હતા. કાર્યક્રમમાં મંત્રી હરેશભાઈ કતિરા, સહમંત્રી અલ્પેશભાઈ
ચંદે તથા અગ્રણીઓ રાજેશભાઈ પલણ, જયેશભાઈ સચદે, તુષારભાઈ આઈયા, દીપકભાઈ રેલોન, ધીરેનભાઈ ઠક્કર, જિગરભાઈ રાજદે, દત્ત મંદિર સમિતિ અને ખાવડા મહાજનના અગ્રણીઓ ખીમજીભાઈ કોટક, લીલાધર ચંદે, ધીરેન્દ્ર તન્ના, બાલકૃષ્ણ ઠક્કર, પરેશભાઈ ઠક્કર, અનંતભાઈ તન્ના, પ્રાણલાલ ઠક્કર, શાંતિલાલ દાવડા, શાંતિલાલ રાયકુંડલ, વિષ્ણુભાઈ કેસરિયા, વિ. હાજર રહ્યા હતા. લોહાણા યુવક
મંડળના પીયૂષ સોતા, દીપક કક્કડ, હિતેશ બળિયા,
દર્શન દાવડા, દર્શન કેસરિયા, ઉમંગ સોનાઘેલા, ઓમ રાજદે, ભવ્ય
સોતા, વિશાલ દાવડા, રોનક સોતા, પાર્થ ગણગણાત્રા, હાર્દિક સોતા, ધીરજ કેસરિયા, મહિલા મંડળના મીનાબેન દાવડા, કૃષ્ણબેન સોનાઘેલા, હસ્તાબેન સોનાઘેલા, પ્રવીણાબેન રાજદેએ સહયોગ આપ્યો હતો. સંચાલન મંત્રી પંકજભાઈ રાજદેએ કર્યું હતું.