ગાંધીધામ, તા. 29 : ગાંધીધામ સંકુલ કંડલા કોમ્પ્લેક્સ
ની ગરીબોની સંજીવની સમાન મનાતી આદિપુર ની સરકારી રામબાગ હોસ્પિટલમાં વર્ષો પછી વર્ગ
એક અને વર્ગ-2 ના મહત્વના 39 તબીબોનો ખાલીપો પૂરો થતા સ્વાસ્થ્ય
સેવાઓમાં પણ સુધાર જોવા મળી રહ્યો છે. એક એપ્રિલ 2026 થી જુલાઈ 2026 દરમિયાન ચાર
મહિનામાં 81,852 ઓપીડી થઈ છે. 6,000 થી વધુ નાના અને 289 મોટા ઓપરેશન થયા છે તો 9450 એક્સ રે અને 70214 લેબ ટેસ્ટ થયા છે જ્યારે 662 પ્રસુતિઓ થઈ છે. આ ચાર મહિના
દરમિયાન 11450 દર્દીઓ દાખલ થયા હતા. દાંત
વિભાગમાં 4000 દર્દીઓ ના દાંત ની તપાસ કરીને
1700 ઓપરેશન કરવામાં આવ્યા હતા.
1527 દર્દીઓને ફિઝિયોથેરાપી ની સેવા
આપવામાં આવી છે. અલગ અલગ વિભાગો સેવાઓમાં સુધાર થયો છે ખાસ કરીને મહત્વના તબીબોની ખાલી
જગ્યાઓ ભરવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના દર્દીઓને સરકારી હોસ્પિટલને સ્વાસ્થ્ય
સેવાઓનો લાભ મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઓપીડી ની સંખ્યામાં વધારો થયો છે. હાલના
સમય રામબાગ હોસ્પિટલમાં સીડીએમઓ કિશોર રોય, ડેન્ટલ સર્જન હરેશ મટાણી ઉપરાંત હોસ્પિટલમાં ત્રણ ગાયનેક, 2 આઇ સર્જન, 2 પેથોલોજી, 2 માઇક્રોબાયોલોજી,1 સ્કીન સર્જન, બે બાળ રોગ નિષ્ણાંત, બે ઓર્થોપેડિક, બે સર્જન, બે દાંત
રોગ નિષ્ણાંત, એક ફિઝિશિયન, એક માનસિક રોગ
નિષ્ણાંત, અને 15 મેડિકલ ઓફિસર સહિત વર્ગ એકના 22 તબીબોને વર્ગ બે ના 15 તબીબો સહિત કુલ 39 તબીબો રામબાગ હોસ્પિટલમાં સેવા
આપી રહ્યા છે. તેમાં બોન્ડેડ તેમજ નિયમિત તબીબો સેવા આપી રહ્યા છે. વર્ષો પછી રામબાગ
હોસ્પિટલમાં મહત્વના તબીબો ની ખાલી જગ્યાઓ ભરાઇ છે. આ ઉપરાંત સ્ટાફ નર્સ અને અન્ય મેડિકલ
સ્ટાફ ની ભરતી થઈ છે. જેના કારણે સેવાઓમાં
સુધાર જોવા મળ્યો છે જોકે હજુ પણ ઘણા વિભાગોમાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ બને તે જરૂરી છે.
ચાર મહિનામાં 605 ડાયાલિસિસ
કરાયા
ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસિસની સેવા ઘણી મોંઘી છે જેના કારણે
ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના દર્દીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે
તે વચ્ચે આદિપુરની રામબાગ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ થતા ચાર મહિના દરમિયાન
605 ડાયાલિસિસ કરવામાં આવ્યા છે.
અને અહીં સરકારની નિશુલ્ક સેવા છે પાંચ બેડ છે જેમાં ત્રણ મશીન નેગેટિવ અને બે મશીન
પોઝિટિવ છે. સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસની સેવા શરૂ થતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના
દર્દીઓને સેવા મળી રહે છે.