ભુજ, તા. 24 : કચ્છમાં વરસાદના અભાવે પાંજરાપોળોમાં
આશ્રિત ગૌવંશની હાલત દયનીય બની છે, ત્યારે મુંબઈ નિવવાસી સૌરાષ્ટ્રના સૌરભભાઈ પ્રકાશભાઈ મહંતા (સ્કાય લાઈન ઈન્ફ્રાના ડાયરેકટર)એ
કચ્છી અગ્રણી કાંદિવલીના હિતેશ કાનજી અજાણીના માધ્યમથી ભુજની દેવલમાં જીવદયા સત્સંગ
સમિતિને રૂા. 1.35 લાખનું અનુદાન
આપ્યું હતું. સમિતિ દ્વારા આ રકમમાંથી એક ટ્રેઈલર સૂકા ઘાસચારાનું રાતા તળાવ વાલરામજી
મહારાજ પાંજરાપોળમાં આશ્રિત અબોલ જીવોને નીરણ અર્થે મોકલી અપાયું હતું. સમિતિના અરવિંદ
ગોરની આગેવાની હેઠળ ગૌસેવકો પ્રફુલ્લ ઠક્કર, નરેન્દ્ર મોતા, જયેશ જોશી, નવીન
કેશવાણી જોડાયા હતા, સમિતિના વસંત અજાણી, વસંત કેશવાણી, રાતા તળાવ સેવાધામના મનજીભાઈ ભાનુશાલી,
હરિભાઈ ભાનુશાલી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.