ગાંધીધામ, તા. 24 : દેશના તમામ મહાબંદરોમાં નંબર
વન રહેલાં દીનદયાલ પોર્ટ દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે વધુ
એક વખત સિદ્ધિ હાંસલ કરી છે. પોર્ટ દ્વારા ગત 22 ઓગષ્ટના 70.03 મિલિયન મેટ્રિક
ટન કાર્ગો હેન્ડલિંગ કર્યું હતું. દેશના તમામ મહાબંદરોમાં 70 મિલિયન મેટ્રિક ટન વૃદ્ધિ ઝડપથી
પુર્ણ કરનારું દીનદયાલ પોર્ટ દેશનું પ્રથમ મહાબંદર બન્યું છે. ગત વર્ષની સરખામણીમાં
આ સફળતા 32 દિવસ પૂર્વે પોર્ટ દ્વારા હાસંલ
કરવામાં આવી હતી. તેમજ ગત વર્ષની સરખામણીમાં 23.02 ટકાનો ગ્રોથ હાંસલ કર્યો હતે. 70 એમએઁમટી ઉપરાંત 50 એમએમટી હેન્ડલિંગ પણ દીનદયાલ
પોર્ટ દ્વારા સૌ પ્રથમ વખત કરાયું હતું.
શિપિંગ મંત્રી દ્વારા પોર્ટની આ સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. પોર્ટ દ્વારા
ગત નાણાંકીય વર્ષમાં 160 મિલિયન મેટ્રિક
ટન કાર્ગો હેન્ડલ કરીને દેશના તમામ મહાબંદરોમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે નંબર વનનું
સ્થાન જાળવી રાખ્યું હતું, હવે આગામી
નાણાંકીય વર્ષમાં 170 મિલિયન મેટ્રિક
ટન કાર્ગો હેન્ડલિંગના લક્ષ્યાંક સાથે પોર્ટ આગળ વધી રહ્યું છે અને આ દિશામાં પ્રશાસન
દ્વારા વ્યાપક પગલાંઓ લેવાઈ રહ્યાં છે.